કોલકત્તા IND vs ENG 1st T20I Live Streaming : ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ vs ઇંગ્લેન્ડ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચેની 5-મેચની T20I શ્રેણીની પ્રથમ મેચ આજે 22મી જાન્યુઆરી 2025ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. આગામી ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે.
ટેસ્ટ બાદ હવે T20 ક્રિકેટ:વર્લ્ડ T20 ચેમ્પિયન ભારત તેના હોમ ગ્રાઉન્ડ પર પરત ફર્યું, જ્યાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. ટેસ્ટ ક્રિકેટના થોડા મહિનાઓ બાદ હવે ચાહકોને T20માં 'મેન ઇન બ્લુ' જોવા મળશે. સૂર્યકુમાર યાદવ ભારતીય T20 ટીમનું નેતૃત્વ કરશે, જેમાં હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ પણ સામેલ છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ લાંબી ઈજા બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. જોસ બટલર ઈંગ્લેન્ડની ટીમની કમાન સંભાળશે.
બંને ટીમોનો હેડ-ટુ-હેડ રેકોર્ડઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 મેચોમાં 24 મેચ રમાઈ છે. ભારતે 13 મેચ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડે માત્ર 11 મેચ જીતી છે.
કેવી હશે પીચ? :કોલકાતાના ઈડન ગાર્ડન્સની પીચ હંમેશા બેટ્સમેનો માટે સ્વર્ગથી ઓછી રહી નથી. અહીં બોલ બેટ પર ઉછળે છે. આ કારણે, આ મેદાન પર બેટિંગ કરવી સરળ છે અને અહીં ઘણા ચોગ્ગા અને છગ્ગા જોવા મળે છે. જો મેચમાં ઝાકળ પડશે તો બોલરો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ કારણથી ભારતીય ટીમ અંતિમ ઈલેવનમાં બે સ્પિનરો અને ત્રણ ઝડપી બોલરોને મેદાનમાં ઉતારી શકે છે. કોલકાતાની પીચ બેટ્સમેનોને મદદ કરી શકે છે.
કોલકાતામાં ભારતનો રેકોર્ડઃટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ લગભગ 13 વર્ષ પછી કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર આમને-સામને થશે.આ પહેલા બંને ટીમો 29 ઓક્ટોબર 2011ના રોજ ટકરાયા હતા. કોલકાતાના ઐતિહાસિક મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ રમાઈ છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો નથી. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 6 વિકેટે હાર સ્વીકારવી પડી હતી.
ભારત - ઈંગ્લેન્ડ T20I સિરીઝ શેડ્યૂલ:
- પ્રથમ T20 મેચ: 22 જાન્યુઆરી 2025, કોલકાતા
- બીજી T20 મેચ: 25 જાન્યુઆરી 2025, ચેન્નાઈ
- ત્રીજી T20 મેચ: 28 જાન્યુઆરી 2025, રાજકોટ
- ચોથી T20 મેચ: 31 જાન્યુઆરી 2025, પુણે
- પાંચમીT20 મેચ: 02 ફેબ્રુઆરી 2025, મુંબઈ (વાનખેડે)
- ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ 22 જાન્યુઆરી 2025 ના રોજ સાંજે 7 વાગ્યે ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે રમાશે. અને ટૉસ સાંજે 06:30 વાગ્યે થશે.
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ક્રિકેટ પ્રેમીઓ આ રોમાંચક મેચો તેમના ટેલિવિઝન સેટ પર લાઈવ જોઈ શકે છે. વધુમાં, ડિજિટલ દર્શકો માટે લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ હશે. ડીડી સ્પોર્ટ્સે ભારત - ઈંગ્લેન્ડ ટી20 શ્રેણીના પ્રસારણ અધિકારો પણ મેળવી લીધા છે, જેનું જીવંત પ્રસારણ ફક્ત ડીડી ફ્રી ડીશ પર કરવામાં આવશે.
બંને ટીમોની પ્લેઈંગ 11
- ભારત:સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
- ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, બેન ડકેટ, જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, બ્રાઈડન કાર્સ, સાકિબ મહમૂદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, આદિલ રશીદ
આ પણ વાંચો:
- અંડર 14ના ક્રિકેટ ખેલાડીઓ માટે ભાવનગરમાં ટુર્નામેન્ટનું આયોજન, જાણો ટુર્નામેન્ટની સંપૂર્ણ માહિતી
- આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મુકાબલો, બન્ને ટીમોના આ ખેલાડીઓ પર રહેશે નજર