મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ શનિવારે, 18 જાન્યુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે, ચેમ્પિયન્સ ટ્રોફી 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. યશસ્વી જયસ્વાલ, જેણે હજુ સુધી વન-ડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું નથી, તેને પણ રોહિત શર્માની આગેવાની હેઠળની આ ટીમમાં અને શુભમન ગિલના વાઇસ કેપ્ટનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં યશસ્વી જયસ્વાલની પસંદગીઃ ભારતના ડાબા હાથના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે હજુ સુધી વનડેમાં ડેબ્યુ કર્યું નથી. પરંતુ, તેણે ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. તે ટીમ ઈન્ડિયા માટે સતત ઘણા રન બનાવી રહ્યો છે. તેના ફોર્મને જોતા તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.
રોહિત શર્માએ જણાવ્યું સિલેક્શનનું કારણઃચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતી વખતે કેપ્ટન રોહિત શર્માએ યશસ્વી જયસ્વાલને ટીમમાં પસંદ કરવા પાછળનું કારણ જણાવ્યું છે, જેણે એક પણ ODI ઈન્ટરનેશનલ મેચ રમી નથી. રોહિત શર્માએ કહ્યું, 'અમે યશસ્વી જયસ્વાલને છેલ્લા 6-8 મહિનામાં તેના પ્રદર્શનના આધારે પસંદ કર્યો છે, તેણે એક પણ વનડે રમી નથી, પરંતુ અમે તેની ક્ષમતાને કારણે તેને પસંદ કર્યો છે'.