કોલંબો SL vs IND 3rd ODI: ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ODI શ્રેણીની અંતિમ મેચ આજે (7 ઓગસ્ટ) આજે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાશે. આ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ત્યાર બાદ બીજી મેચમાં શ્રીલંકાએ જેફ્રી વાન્ડરસીની બોલિંગના દમ પર 32 રને જીત મેળવી હતી. હવે ભારતીય ટીમે શ્રેણી બરાબરી પર લાવવા માટે આ છેલ્લી મેચ જીતવી પડશે.
27 વર્ષ પહેલા જીતી હતી સિરીઝઃ શ્રીલંકાની છેલ્લી ODI સિરીઝ ભારત સામે લગભગ 27 વર્ષ પહેલા એટલે કે 1997માં જીતી હતી. ત્યાર બાદ શ્રીલંકાની ટીમ એક પણ વનડે શ્રેણીમાં ભારતને હરાવી શકી નથી. 1997માં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ હતી. આ શ્રેણીમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. તે શ્રેણી પછી, ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 10 વનડે શ્રેણી રમાઈ છે, પરંતુ શ્રીલંકાની ટીમ એક પણ શ્રેણી જીતવામાં સફળ રહી નથી.
બંને ટીમમાં મોટા ફેરફારઃ આ મેચ માટે ભારતીય ટીમના પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તક મળી નથી. તેમના સ્થાને ઋષભ પંત અને રિયાન પરાગે અનુક્રમે પ્લેઈંગ-11માં પ્રવેશ કર્યો છે. બીજી તરફ શ્રીલંકાની ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં અકિલા ધનંજયની જગ્યાએ સ્પિનર મહિષ તિક્ષીનાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.