કાનપુર (ઉત્તર પ્રદેશ): અહીંના ઐતિહાસિક ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વરસાદથી પ્રભાવિત આ મેચના ચોથા દિવસે ઈતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશ સામેની આ મેચમાં તેણે 35 રન પૂરા કરતાની સાથે જ વિરાટે તેના આદર્શ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી અને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
27000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બીજા ભારતીય:
વિરાટ કોહલીએ કાનપુર ટેસ્ટમાં પ્રથમ દાવમાં 42 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન 35મો રન લેતાની સાથે જ વિરાટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂરા કર્યા. સચિન તેંડુલકર પછી આ સિદ્ધિ મેળવનાર તે બીજો ભારતીય બન્યો છે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન:-
- સચિન તેંડુલકર - 34357 રન
- કુમાર સંગાકારા - 28016 રન
- રિકી પોન્ટિંગ - 27483 રન
- વિરાટ કોહલી - 27000* રન