પર્થ બોર્ડર ગાવસ્કર ટ્રોફી: બહુપ્રતીક્ષિત બોર્ડર-ગાવસ્કર શ્રેણી શરૂ થઈ ગઈ છે. આ શ્રેણીમાં વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ, જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓનું પ્રદર્શન જોવા મળશે. મેદાનની બહાર રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, વસીમ અકરમ, માર્ક વો, એડમ ગિલક્રિસ્ટ જેવા દિગ્ગજ કોમેન્ટ્રી કરતા જોવા મળશે. મહાન ખેલાડીઓની આ યાદીમાં એક એવું નામ છે જેના પર આખી દુનિયાની નજર રહેશે, જે ઓસ્ટ્રેલિયાના ઓપનરની પત્ની છે જેઓ આજે આ મેચમાં કોમેન્ટ્રી કરતાં જોવા મળશે.
ખ્વાજાની પત્ની કરશે કોમેન્ટ્રી
ઉસ્માન ખ્વાજાની પત્ની રશેલ ચેનલ 7 માટે કોમેન્ટ્રી કરતી જોવા મળશે. તેના પતિ ઉસ્માન મેદાન પર ભારતીય ટીમનો સામનો કરતા જોવા મળશે. રશેલની વાત કરીએ તો તે ટીવી હોસ્ટ છે અને તેણે ઘણી મેચોમાં કોમેન્ટ્રી કરી છે. તેથી આ મેચમાં એક અનોખી ક્ષણ જોવા મળશે, જ્યારે પતિ મેદાનમાં રમતો હશે અને પત્ની લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યા હશે.
ઉસ્માન ખ્વાજા પર નજર:
ઉસ્માન ખ્વાજા માટે ભારત સામેની આ ટેસ્ટ શ્રેણી આગની નદીથી ઓછી નથી. કારણ કે ભારતીય ટીમ સામે તેનો ટેસ્ટ રેકોર્ડ ખરાબ છે. આ ડાબા હાથના બેટ્સમેને ભારત સામે 9 ટેસ્ટ મેચમાં 34ની એવરેજથી 544 રન બનાવ્યા છે. પરંતુ ખ્વાજા માટે સારી વાત એ છે કે તેની બેટિંગ ઓસ્ટ્રેલિયામાં ઘણી લોકપ્રિય છે. ઉસ્માને ઓસ્ટ્રેલિયામાં 52 ઓવરની સરેરાશથી 9 સદી સહિત 2855 રન બનાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઉસ્માન કેવું પ્રદર્શન કરે છે.
ભારતે પ્રથમ બેટિંગ કરી:
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટોસ બાદ બંને ટીમના કેપ્ટનોએ પોતપોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સૌથી મોટા સમાચાર એ છે કે અશ્વિન-જાડેજા ટીમની બહાર છે.
આ સાથે મેચની જો વાત કરીએ તો, લાંચ બ્રેક પહેલા ભારતની 50 રન પર 4 વિકેટ ઊડી ગઈ છે, હાલ રિષભ પંત અને ધ્રુવ જુરેલ ક્રિઝ પર રમી રહે છે. યશસ્વી જયસ્વાલ 0(8), દેવદત્ત પડિક્કલ 0(23), વિરાટ કોહલી 5(12), કેએલ રાહુલ 23(74) રન બનાવી પવેલિયન પરત ફર્યા છે.
આ પણ વાંચો:
- ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ પર્થમાં ડેબ્યૂ કર્યું, જાણો લાઈવ સ્કોર
- સ્ટાર્ક, કમિન્સ અને હેઝલવુડ નહીં પરંતુ આ બોલર હશે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો, જુઓ તેના સર્વશ્રેષ્ઠ આંકડા