એડિલેડ:ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 06 ડિસેમ્બર (શુક્રવાર) થી એટલે કે આજથી એડિલેડના એડિલેડ ઓવલ શરૂ થઈ ગઈ છે. પર્થ ટેસ્ટમાં મોટી જીત બાદ, ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પિન્ક બોલ વડે રમાઈ રહેલ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની સામે જીત મેળવવા પ્રથમ દિવસે મેદાનમાં ઉતરી ગઈ છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ ખતરનાક બોલરો:
યજમાન ઓસ્ટ્રેલિયાએ તેમના પ્લેઈંગ ઇલેવનમાં જમણા હાથના ઝડપી બોલર સ્કોટ બોલેન્ડે અનુભવી જોશ હેઝલવુડના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી છે. હેઝલવુડ સાઇડ સ્ટ્રેઇનને કારણે બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતો. ઓલરાઉન્ડર મિશેલ માર્શે પર્થમાં શરૂઆતી ટેસ્ટ દરમિયાન કમરમાં જકડાઈ જવા છતાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પેટ કમિન્સ ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ યજમાનને 295 રનથી હરાવ્યું હતું. મેચમાં આઠ વિકેટ લેનાર અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં એશિયન દિગ્ગજ 1-0થી આગળ છે.
ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2024-25, પિંક બોલ ટેસ્ટ મેચ ટીવી અને ઓનલાઈનમાં ક્યારે અને ક્યાં જોવી?
ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં, ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2024-25ની તમામ મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી (ફ્રી) સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા અને ભારત, BGT મેચો જીઓ સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ભારતની મેચોનું જીવંત પ્રસારણ ફક્ત ડીડી ફ્રી ડીશ અને અન્ય ડીટીટી (ડિજિટલ ટેરેસ્ટ્રીયલ ટેલિવિઝન) વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે.