હૈદરાબાદ: દુનિયાના ઘણા દેશોના ખેલાડીઓ ક્રિકેટની સાથે સાથે અન્ય શોખ પણ રાખે છે, જેને તેઓ મેચ વચ્ચેના ખાલી સમયમાં પૂરો કરે છે. જેમ કે ભારતના કેપ્ટન કુલને ક્રિકેટ સિવાય બાઇકનો ખૂબ જ શોખ છે અને તેની પાસે આશરે 50 જેટલા બાઇકનું કલેક્શન છે. રોહિત શર્માને પણ કાર ચલાવવાનો અને તેનું કલેક્શન કરવાનો ખૂબ જ શોખ છે. તો આ જ રીતે ગુજરાતના પ્રખ્યાત 'બાપુ' તરીકે ઓળખાતા રવીન્દ્ર જાડેજાને પણ ક્રિકેટ સિવાય અનોખો શોખ છે.
ભારતીય ટીમનો અનુભવી અને લેફ્ટ આર્મ સ્પિનર ખેલાડી રવીન્દ્ર જાડેજા, જેણે 2009માં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, ગુજરાતના જામનગરના આ સ્ટાર ક્રિકેટરે અત્યાર સુધી 72 ટેસ્ટ, 197 વન ડે અને 74 T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરી ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
જાડેજાએ ક્રિકેટમાં મહાન બેટ્સમેનોને પોતાની સ્પિન બોલિંગથી પવેલીયન તરફ પાછા મોકલી દીધા છે અને આ સાથે ભારતને જ્યારે પણ જીત માટે એક અનુભવી ઓલરાઉન્ડરની જરૂર પડી છે ત્યારે તે મેદાનમાં ખડે પગે ઊભો રહી ભારતને જીત અપાવી છે. 'જડ્ડુને ક્રિકેટ સિવાય ઘોડા રાખવાનો અને તેમની સાથે સમય પસાર કરવાનો ખૂબ જ શોખ છે.' ઓલરાઉન્ડર પાસે જામનગરમાં તેના ફાર્મહાઉસમાં 4 ઘોડા છે અને જ્યારે પણ તેને ક્રિકેટમાંથી ફ્રી સમય મળે છે ત્યારે તેમની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.
ઘોડાઓ સાથે જાડેજાના સફરની શરૂઆત:
2020માં હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જાડેજાએ જણાવ્યું હતું કે, તે તેના મિત્રના ઘરે ઘોડેસવારી કરવા જતો હતો અને ધીમે ધીમે ઘોડા અને ઘોડાના સંપર્કમાં તેનો રસ વધવા લાગ્યો હતો. 2010 માં તેણે તેના ફાર્મહાઉસ માટે કેટલાક ઘોડા ખરીદ્યા હતા અને આનંદથી તેમની સંભાળ રાખવા લાગ્યો.
લોકડાઉન અને ઘોડાઓની સંભાળ:
જાડેજાએ કહ્યું હતું કે, 'લોકડાઉનના મહિનાઓ દરમિયાન, મેં મારા ફાર્મહાઉસ પર મારા ઘોડાઓ સાથે સમય વિતાવ્યો. મને ખુશી છે કે, મને આ વર્ષે તેની સાથે પૂરતો સમય મળ્યો છે. મેં ખરેખર તેનો આનંદ માણ્યો અને તે એક આનંદપ્રદ અનુભવ હતો. તેણે વધુ જણાવ્યું કે તેના ઘોડાઓના સારા સ્વાસ્થ્ય માટે તેમનું ભોજન તે જાતે તૈયાર કરતો હતો. અને તેમને વધુ સ્વસ્થ તેમજ મજબૂત કેવી રીતે બનાવી શકે તેની શોધ-ખોળ કરતો હતો.
જાડેજાએ જણાવ્યું કે “હું તેમના માટે ખોરાક બનાવતો હતો જેમાં ચણા, ગોળ અને મકાઈ અને તેનું પ્રમાણ સામેલ હતું. મેં એ પણ સુનિશ્ચિત કર્યું કે તેઓને મળેલા ઘાસની ગુણવત્તા ઉચ્ચતમ છે. લોકડાઉન પછી હું રોજ ફાર્મહાઉસ જતો હતો, જે શહેરથી 25 કિમી દૂર છે. તેને સ્મિત સાથે કહ્યું કે, ' હું તેમનાથી દૂર રહી શકતો ન હતો,"
2014 માં, તેણે જાહેર કર્યું કે તેની પાસે તેના ફાર્મ હાઉસમાં ત્રણ ઘોડા છે જેમનું નામ ગંગા, કેસર અને ધનરાજ છે. અને તેમની ઘોડેસવારી કરવી તેને કહું જ પસંદ છે, ત્યારબાદ હિન્દુસ્તાન ટાઇમ્સના 2020ના અહેવાલ મુજબ હાલ હવે તેની જાડેજા પાસે જામનગર તેના ફાર્મ હાઉસ પર કુલ 4 ઘોડા છે. ગંગા, કેસર, ધનરાજ અને લાલબીર.જાડેજાને આ ઘોડાઓના વેચાણ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, 'આ તેના પ્રિય ઘોડા છે જેમને ટે કહું જ પસંદ કરે છે,અને તે હંમેશા તેના ફાર્મ હાઉસ પર તેમને રાખશે, તેમના વેચાણ અંગેનો કોઈ ખ્યાલ નથી. '
જ્યારે જ્યારે પણ જાડેજા મેદાનમાં પોતાની અડધી સદી પૂરી કરે છે, ત્યારે તે બેટથી રાજપૂત અંદાજમાં તેની ઉજવણી કરે છે, જાડેજા રાજપૂત પરિવારનો છે માટે તેમના પૂર્વજો પણ તે સમયમાં તલવારબાજી, ઘોડેસવારી જેવા શોખ રાખતા હતા, અને જાડેજાએ પણ પોતાના આ શોખને જીવંત રાખી આ પરંપરા નિભાવી તેમ કહી શકાય.
આ પણ વાંચો:
- આ 10 ક્રિકેટરોએ ઉપયોગ કર્યા સૌથી મોંઘા બેટ, કિંમત જાણીને તમે ચોંકી જશો... - Expensive Bats Used By Cricketers
- ગુજરાતની આ સ્ટાર ખેલાડીઓની મહિલા T20 વર્લ્ડ કપમાં થઈ પસંદગી, જાણો... - GUJARATI WOMAN CRICKETER