સુરત: મિતાંશ રાણે (મુંબઈ) અને યશશ્રી કુબડે (નાગપુર)ને 23 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન સુરતમાં યોજાનારી બીજી હોકી ઈન્ડિયા સબ જુનિયર પુરૂષ અને મહિલા વેસ્ટ ઝોન હોકી ચેમ્પિયનશિપ 2024માં હોકી મહારાષ્ટ્ર સબ જુનિયર બોયઝ એન્ડ ગર્લ્સ ટીમનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન પૂલ-Aમાં છે, જ્યારે પૂલ-Bમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, છત્તીસગઢ, ગુજરાત અને ગોવા છે. પુરૂષ વિભાગમાં સાત ટીમો છે અને તેને બે પૂલમાં વહેંચવામાં આવી છે અને તે રાઉન્ડ-રોબિન (લીગ) ધોરણે રમશે. ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
પુરુષ વર્ગ માટે પુણેના કુલ પાંચ ખેલાડીઓ ધ્રુવ શાહ, પ્રથમ પટિયાલ, સક્ષમ ગોરે, નીલકાંત દેવલે અને સૂરજ શુક્લાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મહિલા વર્ગમાં માનવી જુવાલે, અનવી રાવત, જાન્હવી ચૌહાણ, અર્પિતા સરોદે અને સારા રાણેની પસંદગી કરવામાં આવી છે.
મહિલા વિભાગ રાઉન્ડ રોબિન (ઓલ-પ્લે-ઓલ) લીગમાં ભાગ લેશે, જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ રાજસ્થાન, ગોવા યજમાન ગુજરાત અને મહારાષ્ટ્ર એમ કુલ 6 ટીમોનો સમાવેશ થશે. દરેક પૂલની ટોપ-4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. મંગળવારે મહારાષ્ટ્રની મહિલા ટીમ રાજસ્થાન સાથે હોકી રમશે જ્યારે બુધવારે પુરુષોની હોકી ટીમ મધ્યપ્રદેશ સામે રમશે.
તૈયારી અને પસંદગીના માળખાના ભાગરૂપે, બંને ટીમોએ મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ, નેહરુનગર-પિંપરી ખાતે ઓલિમ્પિયન અજીત લાકરા અને વિક્રમ પિલ્લયની આગેવાની હેઠળ 15-દિવસીય પસંદગી-કમ-કન્ડિશનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. રવિવારે સવારે ટીમો સુરત જવા રવાના થઈ હતી.