ગુજરાત

gujarat

ETV Bharat / sports

ED Sheeran ક્રિકેટ રમ્યો… રાજસ્થાન રોયલસના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેના બોલ પર માર્યા લાંબા શૉટ… - ED SHEERAN PLAY CRICKET WITH RR

હોલીવુડના પ્રખ્યાત ગાયક ઇડી શીરન (ED Sheeran)રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યા જેનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહયો છે.

ઇડી શીરન રાજસ્થાન રોયલસના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યો
ઇડી શીરન રાજસ્થાન રોયલસના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યો (IANS)

By ETV Bharat Sports Team

Published : Feb 11, 2025, 3:16 PM IST

જયપુર: IPL 2025 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. એવામાં આ દિવસોમાં અમેરિકન ગાયક ઇડી શીરન (ED Sheeran)નો જાદુ ભારતમાં જોવા મળી રહ્યો છે. તેઓ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. શીરન પોતાના આકર્ષણ અને ઉત્તમ ગાયકીથી ભારતીય ચાહકોને મદમસ્ત બનાવી રહ્યો છે. આ દરમિયાન તે રાજસ્થાન રોયલ્સના સ્ટાર ક્રિકેટરો મળવા ગઈ અને ક્રિકેટ પણ રમી.

શીરન રાજસ્થાન ક્રિકેટ રમ્યો:

શીરન અને રાજસ્થાનના રોયલસના ખેલાડીઓ એકબીજા સાથે ક્રિકેટ રમતા પણ જોવા મળ્યા હતા, જેનો વીડિયો રાજસ્થાન રોયલ્સે તેમના ઓફિશિયલ X એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં ઇડી શીરન RR ખેલાડીઓના બોલ પર લાંબા શોટ મારતો જોવા મળે છે. વીડિયોમાં તે ઘણી સારી ક્રિકેટ રમતો જોવા મળે છે.

વીડિયોમાં, રિયાન પરાગ ઇડી શીરનની બેટિંગના વખાણ કરતો જોવા મળે છે. આ દરમિયાન ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે પણ ત્યાં હાજર હતા. અને અન્ય ઘણા ક્રિકેટ ચાહકો પણ ત્યાં જોવા મળે છે. વીડિયોમાં તે કટ શોટ, સ્કૂપ શોટ અને બીજા ઘણા પ્રકારના શોટ રમતા જોવા મળે છે. વીડિયોના અંતે શીરન ચાહકોને નવી RR જર્સી રજૂ કરતો પણ જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં રાજસ્થાન રોયલ્સે લખ્યું, 'ટોસ જીત્યો અને શીરનને પહેલા બેટિંગ કરવાનું કહ્યું.

શીરનને રાજસ્થાન રોયલ્સની નવી જર્સી ગમી

હોલીવુડના પ્રખ્યાત ગાયક એડ શીરનનો શાહરૂખ ખાન સાથેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં બંને ડાન્સ કરી રહ્યા હતા. તેમણે 2011 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. હવે તે IPL 2008 ના વિજેતા અને IPL 2022 ના રનર-અપ ટીમને ટેકો આપતો જોવા મળે છે.

આ પણ વાંચો:

  1. ફ્રીસ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ: ડી ગુકેશે કારુઆના સામે હાર સ્વીકારી, ટાઇટલ રેસમાંથી બહાર
  2. અમદાવાદમાં આ રસ્તાઓ રહેશે બંધ: IND VS ENG ત્રીજી વનડે મેચ દરમિયાન મેટ્રોનો સમય લંબાવાયો, જાણો સંપૂર્ણ વિગતો

ABOUT THE AUTHOR

...view details