ગુજરાત

gujarat

ETV Bharat / sports

ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે આજે ટક્કર થશે, બંને ટીમો જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે - IPL 2024

IPL 2024 ની આઠમી મેચ ચેન્નાઈ વિ ગુજરાત વચ્ચે રમાશે. બંને ટીમોએ સિઝનની તેમની પ્રથમ મેચ જીતી લીધી છે અને બંને ટીમો જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.

IPL 2024
IPL 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 3:57 PM IST

ચેન્નાઈ: IPL 2024 ની 7મી મેચ મંગળવારે આઈપીએલ 2023ની ફાઈનલિસ્ટ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે, જેમાં બે નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ વચ્ચે પણ રસપ્રદ મુકાબલો જોવા મળશે. CSKએ RCB સામે જીત સાથે તેમના ખિતાબ સંરક્ષણની શરૂઆત કરી હતી, જ્યારે ગુજરાતે પણ મુંબઈ સામે જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી.

ચેન્નાઈ સામે ગુજરાતનું પલડું ભારે: બે ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં પાંચ વખત ટકરાયા છે, જેમાં છેલ્લી સિઝનની વરસાદથી પ્રભાવિત ફાઇનલનો સમાવેશ થાય છે, જ્યાં CSK એ તેમની પાંચમી IPL ટ્રોફી ઉપાડવા માટે રોમાંચક મેચ જીતી હતી. બંને ટીમો વચ્ચેની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો, CSKએ 2 મેચ જીતી છે જ્યારે ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી છે.

મેચ શરુ થવાનો સમય:CSK vs GT મેચ શરુ થવાનો સમય સાંજે 7:30 વાગ્યે હશે અને ટોસ સાંજે 7:00 વાગ્યે થશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. તે જ સમયે, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર ઉપલબ્ધ રહેશે. હવે જોવાનું એ રહે છે કે, બંને ટીમો છેલ્લી મેચની પ્લેઈંગ 11 રમશે કે પછી કોઈ ફેરફાર કરશે.

બંને ટીમોની સંભવિત 11 ખેલાડી

ચેન્નઈ સુપર કિંગ્સઃ રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મહેશ થિક્ષાના, રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, શિવમ દુબે, મુસ્તાર રહેમાન, સમીર રીઝવી

ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રાશિદ ખાન, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, સ્પેન્સર જોન્સન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહિત શર્મા, ઉમેશ યાદવ, કેન વિલિયમસન.

  1. IPL 2024ની બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ? - IPL 2024

ABOUT THE AUTHOR

...view details