નવી દિલ્હી: ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયા સામે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ મોટી કાર્યવાહી કરી છે. 10 માર્ચે સોનીપતમાં આયોજિત ટ્રાયલ દરમિયાન તેણે પોતાનો સેમ્પલ આપવાની ના પાડી દીધી હતી. હવે એન્ટિ-ડોપિંગ એજન્સીએ તેમને યુરિન સેમ્પલ આપવામાં નિષ્ફળ રહેવા બદલ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે.
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરનાર બજરંગ પુનિયાને NADAએ સસ્પેન્ડ કર્યો, જાણો મોટું કારણ - Bajrang Punia - BAJRANG PUNIA
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પુનિયાને એજન્સી દ્વારા હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
![જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરનાર બજરંગ પુનિયાને NADAએ સસ્પેન્ડ કર્યો, જાણો મોટું કારણ - Bajrang Punia Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-05-2024/1200-675-21392418-thumbnail-16x9-ppp.jpg)
Published : May 5, 2024, 6:15 PM IST
શા માટે કાર્યવાહી કરવામાં આવી: એવું જાણવા મળ્યું છે કે, પુનિયા જ્યાં સુધી સસ્પેન્શન હટાવવામાં ન આવે ત્યાં સુધી તે કોઈપણ ટૂર્નામેન્ટ અથવા ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે અયોગ્ય રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે અનેક કોલ કરવા છતાં પણ બજરંગ આ મામલે ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ ન હતો. જેના કારણે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ ડોપિંગ એજન્સી (NADA) એ આ અંગે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA)ને જાણ કરી હતી. વાડાએ તેમને નોટિસ મોકલી જવાબ માંગ્યો હતો.
NADAને 7 મે સુધીમાં જવાબ આપવા માટે કહ્યું:આ પછી, NADA એ પરીક્ષણમાં ભાગ ન લેવા માટે પુનિયાને જવાબ આપવા માટે નોટિસ આપી હતી, જે 23 એપ્રિલે જારી કરવામાં આવી હતી. NADAને 7 મે સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે તેમની પ્રતિક્રિયા શું આવે છે અને તેમના પરનું સસ્પેન્શન હટાવવામાં આવશે કે નહીં. જો તેના પર લાદવામાં આવેલ સસ્પેન્શન હટાવવામાં નહીં આવે તો તેને પેરિસ ઓલિમ્પિક માટે મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે તે અંતિમ ટ્રાયલ્સમાં ભાગ લઈ શકશે નહીં.