ગુજરાત

gujarat

ETV Bharat / sports

અમરેલીની વિદ્યાસભાની વિદ્યાર્થીનીઓએ હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા - AMRELI STUDENTS WON GOLD SILVERS

અમરેલીની વિદ્યાસભાની વિદ્યાર્થીનીઓએ બિહાર ખાતે યોજાયેલી હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

અમરેલીની વિદ્યાસભાની વિદ્યાર્થીનીઓએ હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ,
અમરેલીની વિદ્યાસભાની વિદ્યાર્થીનીઓએ હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ, (ETV Bharat Gujarat)

By ETV Bharat Sports Team

Published : Dec 29, 2024, 2:20 PM IST

અમરેલી:જિલ્લાના વિદ્યાર્થીઓ રમત - ગમત આગળ વધી રહ્યા છે અને અમરેલી જિલ્લામાંથી રાજ્યકક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતી રહે છે. ત્યારે વિદ્યાસભાની વિદ્યાર્થીનીઓએ બિહાર ખાતે યોજાયેલી હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

અમરેલીની વિદ્યાસભાની વિદ્યાર્થીનીઓએ હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો (ETV Bharat Gujarat)

હેન્ડબોલના ખેલાડી મકવાણા ક્રિષ્ના જણાવ્યું કે, પોતે ધોરણ પાંચ થી સ્પોર્ટ સંકુલમાં અભ્યાસ કરે છે અને હાલ 11 મા ધોરણમાં અભ્યાસ કરે છે. રાષ્ટ્રીય કક્ષાએ બિહાર ખાતે યોજાયેલી હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો જે નેશનલ કક્ષાએ રમાઈ રહી છે. જેમાં તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેમ જ રાજ્યકક્ષાએ યોજાયેલી સ્પર્ધાઓમાં પણ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

હાલ પોતે સ્પોર્ટ્સ સંકુલ ખાતે સવારના અને સાંજના સમયે હેન્ડબોલ સ્પર્ધામાં આગળના સમયમાં યોજનાના સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યા છે. છ વર્ષ સ્પોર્ટ સંકુલમાં રહી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હેન્ડબોલ્સ રમતમાં પોતે ઉતરણીય સ્થાન મેળવી રહ્યા છે નેશનલ લેવલે તેમજ સ્ટેટ લેવલે યોજાયેલી હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લઈ અને બ્રોન્ઝ મેડલ હાંસલ કરેલ છે.

આગામી સમયમાં ખેલ મહાકુંભ તેમજ નેશનલ લેવલે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લેવા જવાનું છે જેને લઇને હાલ સ્પોટ સંકુલ ખાતે સવારના સમયે અને સાંજના સમયે હેન્ડબોલ સ્પર્ધાની તાલીમ કરી રહ્યા છે અને સ્કૂલની અંદર તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોવાથી ખેલાડીઓને વધુ સારું આગળ જવા માટેનો માર્ગદર્શન પણ મળી રહે છે.

અમરેલી આવેલ સ્પોર્ટ સ્કૂલમાં હેન્ડબોલ, હોકી, જુડો, અને સ્વિમિંગ સહિતની 6 જેટલી સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં સ્કૂલમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ રમતમાં જોડાયેલા છે. હેન્ડ બોલ રમતમાં અમરેલી જિલ્લામાંથી અલગ અલગ રાજ્યોમાં નેશનલ લેવલે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, છેલ્લા એક વર્ષમાં 24 ગોલ્ડ મેડલ હતા અને સ્ટેટ લેવલે યોજાયેલી હેન્ડબોલની સ્પર્ધામાં નવ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. અને હાલમાં ચાલી રહેલી એ.જી.એફ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ચાર મેડલ પ્રાપ્ત કર્યા છે. વિદ્યાર્થીઓને સારું પ્રદર્શન કરવા માટે કોચ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે અને કોચ દ્વારા ગ્રાઉન્ડ ઉપર પહોંચી અને વધુ સારું પરિણામ મેળવવા સખત મહેનત કરવામાં રહી છે.

આ પણ વાંચો:

  1. રાષ્ટ્રીય કક્ષાએ વિદ્યાર્થીની ઝળહળી… અમરેલી જિલ્લાની નકુમ માર્ગીએ દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
  2. ભારતની કોનેરુ હમ્પીએ બીજી વખત વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

ABOUT THE AUTHOR

...view details