નવી દિલ્હીઃ ક્રિકેટ વિશ્વની સૌથી ધનાઢ્ય રમતોમાંની એક છે. ખેલાડીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા બેટથી શરૂ કરીને તેમાં વપરાતી દરેક વસ્તુ ખૂબ મોંઘી હોય છે. ખાસ કરીને એલઇડી સ્ટમ્પ જે અમ્પાયરને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે અને તેમાં ઘણી સુવિધાઓ શામેલ છે. આ વિશેષ ગુણોને કારણે તેઓ વધુ ખર્ચાળ છે. તો ચાલો આ અહેવાલમાં જાણીએ કે ક્રિકેટમાં વપરાતા સ્ટમ્પની કિંમત શું છે.
સ્ટમ્પનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે શરૂ થયો?
ક્રિકેટમાં શરૂઆતમાં માત્ર બે સ્ટમ્પનો ઉપયોગ થતો હતો. પરંતુ બે સ્ટમ્પ વચ્ચે ઘણી જગ્યા હોવાને કારણે બોલ સ્ટમ્પને અથડાયા વિના જ પાછળ નિકડી જતો હતો. તે બેટ્સમેનો માટે વધુ અનુકૂળ હતું. પરંતુ 1775માં લમ્પી સ્ટીવેન્સન નામના વ્યક્તિએ પ્રથમ વખત ક્રિકેટમાં 3 સ્ટમ્પનો ઉપયોગ કર્યો હતો. કહેવાય છે કે, પાછળથી આ નિયમ રમતમાં પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. ક્રિકેટમાં શરૂઆતમાં લાકડામાંથી બનેલા સ્ટમ્પનો ઉપયોગ થતો હતો.
આવી સ્થિતિમાં, ક્યારેક જ્યારે બોલ સ્ટમ્પ સાથે અથડાય છે અને વિકેટકીપરના હાથમાં જાય છે, ત્યારે અમ્પાયર માટે યોગ્ય નિર્ણય આપવો મુશ્કેલ બની જાય છે. પાછળથી, જેમ જેમ આ રમત વધુ લોકપ્રિય થઈ, તેમ તેમાં ઘણા ફેરફારો થયા. ત્યારબાદ 2008માં ઓસ્ટ્રેલિયન કંપની BBGએ કેમેરાથી સજ્જ સ્ટમ્પ રજૂ કર્યા. બાદમાં તેને સ્ટમ્પ્સ કંપની લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. તે જ વર્ષે માર્ચમાં યોજાયેલી ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચમાં પ્રથમ વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.