ETV Bharat / sports

IPL Auction 2025 Live: પંત, અય્યર, સિરાજ, શમી પર પૈસાનો વરસાદ, હર્ષલ પટેલની ગુજરાતમાંથી આ ટીમમાં એન્ટ્રી - IPL 2025 MEGA AUCTION

IPL 2025 મેગા ઓક્શન આજે અને આવતીકાલે જેદ્દાહ, સાઉદી અરેબિયામાં થઈ રહ્યું છે. આગળ વાંચો ક્યા ખેલાડીને કઈ ટીમે ખરીદ્યો… IPL 2025 Mega Auction

IPL Auction 2025 Live
IPL Auction 2025 Live (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 24, 2024, 4:42 PM IST

જેદ્દાહ: IPL એ વિશ્વની સૌથી વધુ જોવાયેલી ક્રિકેટ લીગ છે. દરેક ક્રિકેટર આ લીગમાં રમવા માંગે છે. ઘણા સ્ટાર ખેલાડીઓએ તેમાં પોતાની કારકિર્દી બનાવી છે. આઈપીએલ યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે જેથી તેઓ તેમની કારકિર્દીમાં પ્રગતિ કરી શકે. IPL 2025 મેગા ઓક્શન આજે અને આવતીકાલે જેદ્દાહ, સાઉદી અરેબિયામાં યોજાશે. જેના પર દેશ અને દુનિયાની નજર ટકેલી છે.

અર્શદીપ સિંહ કરોડપતિ બન્યો:

IPL 2025 મેગા ઓક્શનમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે બિડિંગ શરૂ થયું તેની વાસ્તવિક કિંમત 2 કરોડ હતી. ચેન્નાઈ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, હૈદરાબાદ અને અન્ય ટીમો તેના માટે બોલી લગાવે છે. આમાં પંજાબે તેને RTMનો ઉપયોગ કરીને 18 કરોડમાં પોતાની ટીમમાં લીધો છે.

પંતે રચ્યો ઈતિહાસઃ આ હરાજીમાં બધાની નજર ઋષભ પંત પર હતી. હરાજી પહેલા દિલ્હી કેપિટલ્સે પંતને રિલીઝ કર્યો હતો. તેની બોલી વધુ હશે તે નિશ્ચિત હતું અને એવું જ થયું. લખનૌ સુપર જાયન્ટ્સે પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંત 2016 પછી પહેલીવાર દિલ્હી સિવાયની ટીમ માટે રમતા જોવા મળશે. પંત તાજેતરમાં શાનદાર ફોર્મમાં છે. ગયા વર્ષે કાર અકસ્માતમાંથી પરત ફર્યા બાદ તેણે ઘણો સ્કોર કર્યો હતો. લખનૌની ટીમ તેને કેપ્ટન બનાવી શકે છે.

ગુજરાત ટાઈટન્સે 2 ખેલાડી મેળવી લીધા:

મેગા ઓક્શનમાં અર્શદીપ સિંહ બાદ કગીસો રબાડા અને ગત આઈપીએલમાં ધૂમ મચાવનાર વિદેશી ખેલાડી વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરને પણ ખરીદી લીધો છે.

  • કગીસો રબાડા: 10.75 કરોડ, ગુજરાત ટાઇટન્સ
  • જોસ બટલર: 15.75 કરોડ, ગુજરાત ટાઇટન્સ
  • શ્રેયસ અય્યરઃ 26.75 કરોડ, પંજાબ કિંગ્સ
  • રીષભ પંતઃ 27 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ (રિષભ પંત અત્યાર સુધીના IPL ઇતિહાસનો સૌથી મોંધઓ ખેલાડી બની ગયો છે.
  • મિચેલ સ્ટાર્કઃ રૂ. 11.75 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • મોહમ્મદ શમી: 10 કરોડ સનરાઇઝર્સ હૈદરાબાદ
  • યુઝવેન્દ્ર ચહલ: 18 કરોડ, પંજાબ કિંગ્સ
  • મોહમ્મદ સિરાજઃ 12.25 કરોડ, ગુજરાત ટાઇટન્સ
  • ડેવિલ મિલરઃ રૂ. 7.50 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
  • હેરી બ્રુક: 6 કરોડ 25 લાખ, દિલ્લી કેપિટલ્સ

આઈપીએલની હરાજી માટે કુલ 577 ખેલાડીઓની પસંદગીઃ

આ વખતે આઈપીએલની હરાજી માટે 574 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં વધુ ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આમ કુલ 577 ખેલાડીઓ હરાજીમાં હશે. તેમાં 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ છે. તમામ 10 ફ્રેન્ચાઇઝી કુલ 210 ખેલાડીઓ ખરીદી શકે છે. તમામ ટીમો તેમની ટીમમાં વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 ખેલાડીઓ રાખી શકે છે.

ટીમો દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓની સંપૂર્ણ સૂચિ:

  • ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, મતિશા પથિરાના, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની
  • દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ
  • ગુજરાત ટાઇટન્સ: રાશિદ ખાન, શુભમન ગિલ, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન
  • કોલકાતા નાઈટ રાઈડર્સઃ રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમનદીપ સિંહ,
  • લખનૌ સુપર જાયન્ટ્સ: નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદૌની
  • મુંબઈ ઈન્ડિયન્સ: જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા
  • રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્મા
  • સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ
  • પંજાબ કિંગ્સઃ શશાંક સિંહ, પ્રભાસિમરન સિંહ
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દયાલ.

આ પણ વાંચો:

  1. 577 ખેલાડીઓ, ₹641.5 કરોડનું પર્સ અને 204 ખાલી સ્લોટ, IPL મેગા હરાજી વિશે જાણો અહીં...
  2. IPL 2025 મેગા હરાજી: જાણો ભારતમાં ક્યાં, કેવી રીતે અને કયા સમયે ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ જોવું?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.