રાજકોટ: TRP ગેમિંગઝોન અગ્નિકાંડમાં હજી સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી, અને જવાબદાર લોકોને બચવાના આક્ષેપ સાથે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. તેમણે બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં કોંગ્રેસના ગુજરાતના સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. એસ,આઇ,ટીના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માંગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસે તૈયારી બતાવી છે. તો આગામી 25 જૂને માસિક પુણ્યતિથિ નિમિતે રાજકોટ બંધની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે.
રાજકોટમાં અગ્નિકાંડ મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, ગેની બેન પણ જોડાય હતા. (ETV BHARAT Gujarat) કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન: રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. SITના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ સાથે પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
તેમણે બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી. (ETV BHARAT Gujarat) જિજ્ઞેશ મેવાણીનું નિવેદન: કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, "દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂબરૂ મળીને તેમની વેદના સાંભળી છે. તે લોકો લોકોમાં એક જ ચર્ચા છે કે, આ દુર્ઘટનાના સાચા જવાબદારો સામે કાર્યવાહી થાય તેવા કોઈ નિર્દેશ મળતા નથી". વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે, પરંતુ મોટા અધિકારીઓ અને ભાજપના આગેવાનોને બચાવવામાં આવી રહ્યા છે. દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને ન્યાય મળે અને સાચી તપાસ થાય તેવી માંગ સાથે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદન પાઠવામાં આવ્યુ હતું. આ સાથે 25 જૂનના રાજકોટ બંધનું એલાન આપવા માંગ કરી છે.
અમિત ચાવડાનું નિવેદન: કોંગ્રેસના આગેવાન અમિત ચાવડા જણાવ્યું હતું કે, "પહેલેથી જ કોંગ્રેસ કહેતુ આવ્યું છે કે, આમાં યોગ્ય તપાસ થતી નથી અને ભૂતકાળના કેટલાક બનાવોમાં પણ હજુ સુધી કોઈ નિવારણ આવ્યું નથી. તેથી વહેલી તકે પીડિતોને ન્યાય મળે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે".
રાજકોટમાં અગ્નિકાંડ મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ (ETV BHARAT Gujarat) ગેનીબેન ઠાકોર પણ જોડાયા: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, રાજકોટ પોલીસ કમિશનરને મળી તેમને વિગતથી માહિતગાર કર્યા છે. આ રજૂઆતમાં ખાસ જણાવાયું છે કે, અગાઉ જે રાજકોટ મ્યુનસીપલ કમિશનર હતા, તેમને તપાસ સોંપવામાં આવે તે યોગ્ય નથી. જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તેવા જ અધિકારી તપાસ કરે તો સત્ય બહાર આવી શકે નહીં. ગુજરાત પોલીસ વિભાગમાં જેનું સારું નામ છે. તેમજ જેના પર લોકોને વિશ્વાસ છે, તેવા અધિકારીને તપાસ સોંપવી જોઈએ. જુદા-જુદા વિભાગમાંથી પીડિતનાં વકીલો અને પરિવારો જેના નામ કહે તેને તપાસ સોંપવી જોઈએ. પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પાસે તેમને વાત કરી હતી. તેમજ આ રજૂઆતને શાંતિથી સાંભળી ઝીણવટભરી તપાસ કરવાની ખાતરી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.
- લ્યો બોલો... રાજકોટમાં મહાનગરપાલિકા પાસે જ ફાયર NOC નથી, આપ અને કોંગ્રેસે કર્યો હલ્લાબોલ - rajkot fire case
- મોદી 3.0 સરકાર પાંચ વર્ષ ચાલશે, INDIA ગઠબંધનના દળો પણ NDA માં સામેલ થશે : રાજેશકુમાર ઝાં - Salute Triranga