અયોધ્યા: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લાની નગરી અયોધ્યા પહોંચ્યા હતાં, રામલલ્લાના દર્શન કરી વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં એક ભવ્ય અને વિશાળ રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે આખું અયોધ્યા જાણે ઉમટી પડ્યું હોય તે રીતે લોકો રસ્તાની બંને બાજુએ, ઘરની બાલ્કનીઓ અને છત પર એકઠા થઈ ગયા હતાં.
રામલલાના દર્શન બાદ અવધમાં PM મોદીનો રોડ શો, 400 પાર અને જય શ્રીરામના નારાથી ગુંજ્યુ અયોધ્યા - Narendra Modi roadshow in Ayodhya - NARENDRA MODI ROADSHOW IN AYODHYA
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા હતા. અયોધ્યાવાસીઓમાં પીએમ મોદીને લઈને ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીની એક ઝલક જોવા માટે લોકો રસ્તાની બંને બાજુએ, ઘરની બાલ્કનીઓ અને છત પર એકઠા થઈ ગયા હતાં. PM Narendra Modi roadshow in Ayodhya
Published : May 5, 2024, 9:35 PM IST
|Updated : May 5, 2024, 9:50 PM IST
PM નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં 400 પારના નારાને સફળ બનાવવા માટે વ્યાપક રોડ શો, રેલી અને જાહેર સભાઓ કરી રહ્યા છે. PM મોદીએ શનિવારે સાંજે કાનપુરમાં રોડ શો કર્યો હતો. આ પછી, તેઓ પ્રચાર કરવા માટે રવિવારે સાંજે લગભગ 4 વાગ્યે ઇટાવા પહોંચ્યા અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં વોટ માંગ્યા. હવે PM નરેન્દ્ર મોદી રોડ શો કરવા અયોધ્યા પહોંચ્યા. પીએમ રહીને મોદી પાંચમી વખત અયોધ્યા આવ્યા છે.
22 જાન્યુઆરી બાદ આ બીજી વખત છે જ્યારે પીએમ અયોધ્યા આવ્યા છે. ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કર્યા બાદ પીએમ મોદીએ રામજન્મભૂમિ પથથી રોડ શોની શરૂઆત કરી હતી. આ રોડ શો 2 કિલોમીટર લાંબો ચાલ્યો હતો. રોડ શો હનુમાનગઢી થઈ લતા મંગેશકર ચોક ખાતે સમાપ્ત થયો હતો. રોડ શો દરમિયાન પીએમનું વિવિધ સ્થળોએ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.