હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં આજે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ સાથે જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ માટે પણ છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાયું છે. છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મૂર્મુથી લઈને ચૂંટણી પંચના મુખ્ય કમિશનરે મતદાન કર્યુ હતું.
લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.. સાત તબક્કાની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઘણા દિગ્ગજ ચહેરાઓનું ભાવિ દાવ પર છે. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં કુલ 889 ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે. મહત્વપૂર્ણ છે કે, 9 વાગ્યા સુધીમાં 10.82 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 1 વાગ્યા સુધીમાં 39.13 ટકા મતદાન નોંધાયું હતું.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ કર્યુ મતદાન, લોકોને પણ ફરજિયાત મતદાનની કરી અપીલ
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મતદાન કર્યુ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પત્ની સાથે મતદાન કર્યુ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ મતદાન કર્યુ, મતદાન બાદ રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે લીધી મતદાન
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન રાજીવ વાડ્રા અને દિકરી મીરાયા વાડ્રાએ મતદાન કર્યુ મતદાન