ગુજરાત

gujarat

ETV Bharat / politics

લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો, 96 બેઠકો પર 5 કેન્દ્રીય મંત્રીઓ સહિત કુલ 1,717 ઉમેદવારો મેદાનમાં - lok sabha election 2024 phase 4

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 96 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં પાંચ કેન્દ્રીય મંત્રીઓ અને બે ભૂતપૂર્વ ક્રિકેટરો સહિત કુલ 1,717 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી. lok sabha election 2024 phase 4 voting

લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો
લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 12, 2024, 10:25 PM IST

હૈદરાબાદ:લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે સોમવારે (13 મે) મતદાન થવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મતદારો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. આ તબક્કામાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 96 બેઠકો માટે કુલ 1,717 ઉમેદવારો મેદાનમાં છે.

લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો (Etv Bharat)

ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન: ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો, તેલંગાણાની કુલ 17 બેઠકો, ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8-8, છત્તીસગઢની પાંચ, ઝારખંડ અને ઓડિશાની 4-4 બેઠકો અને જમ્મુ-કાશ્મીરની એક સીટ સામેલ છે. તે જ સમયે, આંધ્રપ્રદેશની કુલ 175 વિધાનસભા બેઠકો અને ઓડિશાની 28 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.

લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો (Etv Bharat)

પાંચ કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મોદી સરકારના પાંચ મંત્રીઓ - ગિરિરાજ સિંહ (બેગુસરાય), અજય મિશ્રા ટેની (ખેરી), જી કિશન રેડ્ડી (સિકંદરાબાદ), નિત્યાનંદ રાય (ઉજિયારપુર) અને અર્જુન મુંડા (ખૂંટી) મેદાનમાં છે. આ ઉપરાંત સપા પ્રમુખ અને યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ (કનૌજ), AIMIM વડા અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ), અભિનેતા શત્રુઘ્ન સિંહા (આસનસોલ), ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ (બહેરામપુર), કીર્તિ આઝાદ (બર્ધમાન), માધવી લતા (હૈદરાબાદ), વાયએસ શર્મિલા. (કડપા), મહુઆ મોઇત્રા (કૃષ્ણાનગર) જેવા કદાવર ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો (Etv Bharat)

શ્રીનગર લોકસભા સીટ પર ત્રિકોણીય જંગ: આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરની શ્રીનગર લોકસભા સીટ પર પણ મતદાન યોજાઈ રહ્યું છે. અહીં ત્રિકોણીય જંગનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નેશનલ કોન્ફરન્સ તરફથી આગા સૈયદ રૂહુલ્લાહ મેહદી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) તરફથી વહીદ પારા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના મોહમ્મદ અશરફ મીર એનડીએના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો (Etv Bharat)
લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો (Etv Bharat)

2019ની સરખામણીમાં ઓછું મતદાન: લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર 66.1 ટકા મતદાન થયું હતું. 26 એપ્રિલે બીજા તબક્કામાં 88 બેઠકો પર 66.7 ટકા મતદાન થયું હતું અને ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 93 બેઠકો પર 65.68 ટકા મતદાન થયું હતું. મતદાનના ચોથા તબક્કા પછી, 380 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થશે, જેમાં ગુજરાતની સુરત લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે.

  1. PM મોદીના નોમિનેશનમાં 12 CM અને 20 કેન્દ્રીય મંત્રી સામેલ થશે, વારાણસીમાં મેગા રોડ શો - pm modi nomination
  2. કેજરીવાલની 10 ગેરેંટી, દેશમાં મફત વીજળી, શ્રેષ્ઠ ઉપચાર અને શિક્ષણ સહિતની આ સુવિધાનું આપ્યું વચન - Kejriwal Guarantees

ABOUT THE AUTHOR

...view details