નવી દિલ્હીઃકોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આંધ્રપ્રદેશમાં નવ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં ઝારખંડની બે બેઠકો પરના ઉમેદવારોના નામ સામેલ છે.
લોકસભા ચૂંટણી: કોંગ્રેસે આંધ્રપ્રદેશ અને ઝારખંડ માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, એક બેઠક પર ઉમેદવાર બદલાયા - LOK SABHA ELECTION 2024 - LOK SABHA ELECTION 2024
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે આંધ્રપ્રદેશ અને ઝારખંડની 11 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયની પુત્રી યશસ્વિની સહાયને રાંચીથી ટિકિટ આપવામાં આવી છે.

Published : Apr 21, 2024, 9:51 PM IST
કોંગ્રેસ પાર્ટીએ રાજ્યની ગોડ્ડા સીટ પર ઉમેદવાર બદલ્યા છે. હવે પ્રદીપ યાદવ ગોડ્ડાથી કોંગ્રેસના ઉમેદવાર છે. આ પહેલા પાર્ટીએ આ સીટ પરથી દીપિકા પાંડે સિંહને ઉમેદવાર જાહેર કર્યા હતા. તો કોંગ્રેસે રાંચી લોકસભા બેઠક પરથી યશસ્વિની સહાયને ટિકિટ આપી છે. યશસ્વિની સહાય પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયની પુત્રી છે.
આંધ્રપ્રદેશમાં કોંગ્રેસે વિજયવાડા સીટથી વલ્લુરુ ભાર્ગવ, અનંતપુરથી મલ્લિકાર્જુન વજ્જલા, નંદ્યાલથી જનગીતિ લક્ષ્મી નરસિમ્હા યાદવ, હિન્દુપુરથી બીએ સમદ શાહીન, ઓંગોલથી એડા સુધાકર રેડ્ડી, મછલીપટનમથી ગોલ્લો ક્રૃષ્ના, અમલાપુરમથી ગંગા ગૌતમ (SC)ને મેદાનમાં ઉતાર્યા છે. વિજયાનગરમથી બોબિલ શ્રીનુ અને શ્રીકાકુલમથી ડૉ. પી પરમેશ્વર રાવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.