ભાજપના ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભર્યુ પાટણ:પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરતા પહેલા પંચમુખી હનુમાન મંદિર તેમજ નર્મદા ગીરી ગુરુ ગાદીના દર્શન કર્યા બાદ નગર દેવી શ્રી કાલિકા માતાના મંદિરે પહોંચી પૂજા આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ તેઓ એમ એન હાઇસ્કુલ પાસે આવેલી જૂની શિશુ મંદિર શાળા ખાતે પહોંચ્યા હતા જ્યાં જાહેર સભાને સંબોધિ હતી.
ભરતસિંહ ડાભીએ ભર્યુ પાટણ બેઠક પર ઉમેદવારી પત્ર જાહેર સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મંત્રીઓ પદાધિકારીઓ અને સાત વિધાનસભા બેઠકોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતા દરેક આગેવાનોએ નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી રાજનીતિને ધ્યાનમાં રાખીને ભરતસિંહ ડાભીની તરફેણમાં મતદાન કરાવવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો.
ભરતસિંહ ડાભીએ ભર્યુ પાટણ બેઠક પર ઉમેદવારી પત્ર શિશુ મંદિર શાળા ખાતે સભા પૂર્ણ થયા બાદ ભરતસિંહ ડાભી ખુલ્લી જીપમાં સવાર થઈ ભાજપના આગેવાનો અને પોતાના ટેકેદારો સાથે વિજય સંકલ્પ યાત્રા લઈ રેલી યોજી ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા. રેલીના માર્ગમાં આવતી મહાનુભાવોની પ્રતિમાઓને માલ્યાર્પણ કરતા કરતા તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું.
આ પ્રસંગે ભરતસિંહ ડાભી એ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ચૂંટણી પ્રવાસ દરમિયાન લોકોનું જે સમર્થન મળી રહ્યું છે તેમ જ કાર્યકરોમાં જે અનેરો ઉત્સાહ અને ઉમંગ છે તેના પરથી હોટલ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો પાંચ થી સાત લાખ મતોથી વિજય થશે એવો આસાવાદ વ્યક્ત કર્યો હતો.
- પાટણ બેઠક જીતવા કોંગ્રેસે ભાજપના ભરતસિંહ ડાભી સામે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા - Patan Lok Sabha Seat
- મેં કોઈ પાસેથી ટકાવારી લીધી નથી - ભરતસિંહ ડાભીના નિવેદન બાદ મામલો ગરમાયો - Bharat Sing Dabhi statement