આજે 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠક પર અંતિમ તબક્કાનું મતદાન, કુલ 904 ઉમેદવારો મેદાનમાં - lok sabha election 2024 7th phase - LOK SABHA ELECTION 2024 7TH PHASE
લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે શનિવાર, 1 જૂનના રોજ મતદાન થવાનું છે.અંતિમ અને સાતમા તબકક્કાના મતદાનને લઈને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 57 લોકસભા સીટો પર મતદાન થશે. lok sabha election 2024 7th phase
હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે શનિવાર, 1 જૂનના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આપને જણાવી દઈએ કે, આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 57 લોકસભા સીટો પર મતદાન થશે. કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
શનિવાર, 1 જૂનના રોજ, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના સંસદીય વિસ્તારોમાં ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. માહિતી અનુસાર, આ તબક્કામાં પંજાબમાંથી 328, ઉત્તર પ્રદેશથી 144, બિહારથી 13400, ઓડિશાથી 66, ઝારખંડથી 52, હિમાચલ પ્રદેશથી 37 અને ચંદીગઢથી 4 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ અને પંજાબની કુલ 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની ત્રણ બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠક માટે મતદાન થશે.