ગુજરાત

gujarat

ETV Bharat / politics

મોદી 3.0 કેબિનેટ: અમિત શાહ બની શકે છે દેશના આગામી નાણા પ્રધાન - home minister amit shah

પીએમ નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નાણામંત્રીની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જ્યારે નિર્મલા સીતારમણને નાણાંની જગ્યાએ અન્ય કોઈ મંત્રાલયનો હવાલો આપવામાં આવી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો...home minister amit shah

મોદી 3.0 કેબિનેટ
મોદી 3.0 કેબિનેટ ((IANS))

By ETV Bharat Gujarati Team

Published : Jun 10, 2024, 6:25 AM IST

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના અને કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સંભાળતા અમિત શાહને મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં નાણામંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહ 2019થી દેશના ગૃહ પ્રધાન છે, પરંતુ પીએમ કેટલાક વિભાગોમાં ફેરબદલ કરવાના મૂડમાં છે અને શાહ નિર્મલા સીતારમણની જગ્યા લે તેવી શક્યતા છે. સીતારમણને બીજું કોઈ મંત્રાલય આપવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે શાહ 1990 ના દાયકાથી મોદીના સૌથી વિશ્વાસપાત્ર છે, જ્યારે બંને પાર્ટીના કાર્યકર્તા હતા. 2024ની ચૂંટણીમાં, શાહ ગાંધીનગર બેઠક પરથી 7.4 લાખથી વધુ મતોથી જીત્યા છે, જ્યારે PM મોદી પોતે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી 1.5 લાખ મતોથી જીત્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાહની જગ્યાએ ભાજપના અન્ય વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે. પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), SFIO જેવી મોટી તપાસ એજન્સીઓ શાહના હેઠળ હોઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ આ મંત્રી પદ મળી શકે છે. ચૌહાણે મધ્યપ્રદેશની વિદિશા સીટ 8.21 લાખ મતોથી જીતી હતી. નોંધનીય છે કે જ્યારે ભાજપના પૂર્વ નેતા અને નાણામંત્રી અરુણ જેટલી બીમાર હતા ત્યારે તેમણે જ પીએમ મોદીને નિર્મલા સીતારમણને તેમના પછીના નાણામંત્રી બનાવવાની વિનંતી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાને તેમની ઇચ્છા પૂરી કરી અને પોતાનું કાર્ય યથાવત રાખ્યું, જોકે, નાણા પ્રધાન તરીકે શાહ હંમેશા વડા પ્રધાનની પસંદગી હતા. એટલું જ નહીં, મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાહે નાણામંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર શાહના પરિવારના નજીકના સભ્યો ફાઇનાન્સિયલ માર્કેટમાં છે અને તેમણે હંમેશા ફાઇનાન્સ અને સ્ટોક માર્કેટમાં ઊંડો રસ દાખવ્યો છે.

જ્ઞાતિના સમીકરણ મુજબ આ રીતે છે PM મોદીનું નવું કેબિનેટ, જાણો કઇ કેટેગરીના કેટલા મંત્રી સામેલ - MODI TOOK OATH NEW CABINET

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના લીધા શપથ - Narendra Modis Swearing

ABOUT THE AUTHOR

...view details