અમદાવાદ: રાહુલ ગાંધીના આગમન પહેલા જ કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું પડ્યું છે.રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અંબરીશ ડેર અને સીઆર પાટીલ વચ્ચે આ અંગે મુલાકાત થઈ હતી.
આવતીકાલે ભાજપમાં જોડાશે:રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપ્યું તે પહેલા કોંગ્રેસ શિસ્ત સમિતિએ અંબરીશ ડેરને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આવતીકાલે અંબરીશ ડેર 1 હજાર કાર્યકર્તાઓ સાથે ભાજપનો કેસ ધારણ કરશે.