નવી દિલ્હી: દિલ્હીમાં પંડિત દીનદયાલ માર્ગ પર સ્થિત ભાજપ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મુખ્ય કાર્યાલય પર બંને પક્ષોના કાર્યકર્તાઓ એકબીજા સામે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળશે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને આમ આદમી પાર્ટી 2 ફેબ્રુઆરીએ એટલે કે આજે દિલ્હીમાં મોટું પ્રદર્શન કરવા જઈ રહી છે. AAPના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે આ પ્રદર્શનમાં સહભાગી થશે. દિલ્હી ભાજપે ગુરુવારે જાહેરાત કરી છે કે તેઓ ભ્રષ્ટાચારને લઈને AAP મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરશે.
Aap Bjp Protest: દિલ્હીમાં AAP અને BJP સામ-સામે, ચંડીગઢ મેયર ચૂંટણીમાં ગેરરીતીને લઈને કરશે હલ્લાબોલ - આમ આદમી પાર્ટી
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતીના આરોપને લઈને આમ આદમી પાર્ટી આજે (2 ફેબ્રુઆરી) દિલ્હીમાં મોટું વિરોધ પ્રદર્શન યોજવા જઈ રહી છે. તો બીજી તરફ દિલ્હી ભાજપ પણ આજે AAP મુખ્યાલયની બહાર AAP વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે.
Published : Feb 2, 2024, 9:23 AM IST
આપ સામે ભાજપનું પ્રદર્શન: દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાના નેતૃત્વમાં કાર્યકર્તાઓ AAP મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલયનો ઘેરાવ કરવા પહોંચશે. બીજી તરફ, દિલ્હી ભાજપના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીના મુખ્યાલયનો ઘેરાવ કરતા જોવા મળશે. આ જોતા દિલ્હી પોલીસ દ્વારા બંને પક્ષના કાર્યકરોને રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આપને ઘેરવા ભાજપની રણનીતિ: વીરેન્દ્ર સચદેવા અને વિપક્ષના નેતા રામવીર સિંહ વિધુરીના નેતૃત્વમાં કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સાંસદો વિરોધમાં જોડાશે. આ અંગે વીરેન્દ્ર સચદેવા કહે છે કે જે રીતે અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં એક પછી એક ભ્રષ્ટાચાર કર્યો છે. અમારી પાર્ટીના કાર્યકરો તે ભ્રષ્ટાચારનો વિરોધ કરશે.રાજધાની દિલ્હીના વિવિધ જિલ્લાઓમાંથી ધારાસભ્યો અને સાંસદો સહિત વરિષ્ઠ કાર્યકરો અને અધિકારીઓ વિરોધ પ્રદર્શનમાં પહોંચશે.