ગુજરાત

gujarat

ETV Bharat / politics

અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા "હિંમત" હારી ગયા બાદ કોંગ્રેસે "હિંમત" સિંહને મેદાનમાં ઉતાર્યા - ahmedabad east lok sabha seat - AHMEDABAD EAST LOK SABHA SEAT

ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. તો કોંગ્રેસે 20 બેઠકો ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે હવે બાકીની ચારેય બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે હિંમતસિંહ પટેલને "હિંમત" આપીને મેદાનમાં ઉતાર્યા છે. હિંમતસિંહનો સીધો મુકાબલો ભાજપના હસમુખ પટેલ સાથે થશે.

ahmedabad-east-lok-sabha-seat
ahmedabad-east-lok-sabha-seat

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 12:45 PM IST

અમદાવાદ: ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે, અને બાકીની બેઠકો પર પણ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે અમદાવાદ પૂર્વથી કોંગ્રેસ હિંમત સિંહ પટેલને ટિકિટ આપી છે. હિંમત સિંહ થોડા સમય પહેલા હિંમત હારી જતા લોકસભા ચૂંટણી લડવાની ઇન્કાર કરી ચૂક્યા હતા. બાદમાં કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ રોહન ગુપ્તા કોંગ્રેસ માટે ફૂટેલી કારતુસ સાબિત થયા હતા. તેમણે પિતાની માંદગીનો બહાનું આગળ કરીને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો. થોડા દિવસ પહેલા તેમને દિલ્હીમાં ભાજપનો ખેસ પહેરી લીધો છે. અમદાવાદ ઈસ્ટ સીટ પરથી કોંગ્રેસ પાસે વધુ મજબૂત વિકલ્પ ન હોવાથી "હિંમત" કરીને હિંમતસિંહને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કોણ છે હિંમતસિંહ પટેલ: હિંમતસિંહ પટેલે બાપુનગરના પૂર્વ ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવે છે. વર્ષો પહેલા તેઓ અમદાવાદના મેયર તરીકે પણ રહી ચૂક્યા છે. હિંમતસિંહ પટેલના પિતાનું નામ પ્રહલાદભાઈ છે. હિંમતસિંહ રખિયાલ ખાતે રહે છે. તેમના પત્નીનું નામ કેસંતીબેન છે. હિંમતસિંહનો જન્મ 1961ની 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે એસએસસી સુધી શિક્ષણ લીધું છે. હવે તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે.

રાજકીય કારકિર્દી:હિંમતસિંહ પટેલ નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. કોંગ્રેસ સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે. તેમણે 2014 લોકસભા, 2017, 2022 વિધાનસભા લડ્યા તે પહેલાં સ્થાનિક કક્ષાએ ઘણા લોકો માટે ઉપયોગી કામ કર્યા હતા. તેમણે અમદાવાદ શહેરમાં મેયર તરીકે જવાબદારી પણ ઉપાડી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ દ્વારા 7 કાર્યકારી પ્રમુખોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ પ્રમુખોમાં હિંમતસિંહને પણ સ્થાન મળ્યું હતું. હાલમાં હિંમતસિંહ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે. ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલના વોઈસ ચેરમેન પણ રહી ચૂક્યા છે યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી છે હિંમતસિંહ ચાર ટર્મ કોર્પોરેટર તરીકે અમદાવાદ મનપામાં ચૂંટાઈ આવ્યા હતા.

સેવાભાવી વ્યક્તિત્વની છાપ: બાપુનગરના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને સેવાભાવી નાગરિકોની મદદથી ગરીબો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમને વિનામૂલ્યે જમાડવામાં આવતા હતા. તે સમયે પરપ્રાંતિયો અમદાવાદ ન છોડે અને કોંગ્રેસ તેમની સાથે હોવાનું કહ્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ સીટ પર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી હતી. સામા પક્ષે ભાજપે પરેશ રાવલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં હિંમતસિંહ પટેલ 326,633 જેટલા મતથી હારી ગયા હતા.

બાપુનગર બેઠક પર જીત: વિધાનસભા ચૂંટણી 2017 હિંમતસિંહ માટે ફળદાયી નીવડી હતી. તેઓ બાપુનગર બેઠક પરથી જીતી ગયા હતાં. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે. અગાઉ આ બેઠકનો સમાવેશ રખિયાલ બેઠકમાં થતો હતો. પહેલા અહીં ભાજપનો વિજય થતો હતો. જોકે હવે અહીં ઓબીસી, દલિતો અને મુસ્લિમોના મતદારોનું વર્ચસ્વ છે અને 2017 વખતે ઓબીસી અને દલિતોની નારાજગીનો લાભ કોંગ્રેસને મળ્યો હતો. ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 58785 મત મળ્યા હતા. ભાજપે જાગૃપસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી. તેમને 55718 મત મળ્યા હતા. અગાઉ આ બેઠક પર તેઓ જીત્યા હતા. પણ 2017માં હિંમતસિંહ પટેલ સામે હારી ગયા હતા.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી. આ તારાજી તંત્રની પ્રી મોનસૂન કામગીરીની નિષ્ફળતાના કારણે થઈ હોવા આક્ષેપ થયા હતા. અમદાવાદ મ્યુનિ.ની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીએ કોંગ્રેસ તરફથી સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મ્યુનિ. કોંગ્રેસના કાર્યક્રમમાં પહેલી વખત અમદાવાદમાં કોંગ્રેસના ચાર પૈકી ત્રણ તત્કાલીન ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ઉપરાંત શૈલેષ પરમાર અને ઈમરાન ખેડાવાલા એક સાથે હાજર રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ પૂર્વની સીટ પર શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી નો દબદબો છે. આ સીટ પર 2009માં હરીન પાઠક જીત્યા હતા. 2014માં પરેશ રાવલ અને 2019 માં હસમુખ પટેલ ભાજપની ટિકિટ પર સંસદ પહોંચ્યા હતા. ભાજપને હિંમતસિંહ કેટલી ટક્કર આપી શકે તે ચૂંટણી પરિણામો બતાવશે.

  1. રાજકોટમાં રૂપાલા સામે ધાનાણી, કોંગ્રેસે લોકસભાની 4 અને વિધાનસભાની પેટાચૂંટણીને લઈને 5 નામ જાહેર કર્યા - lok sabha election 2024
  2. ભાજપમાં જોડાતાની સાથે જ રોહન ગુપ્તાની વિચારાધારા બદલાઈ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર - rohan gupta join bjp

ABOUT THE AUTHOR

...view details