ગુજરાત

gujarat

ETV Bharat / politics

Bardoli loksabha seat: બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા, ભાજપના પ્રભુ વસાવા સાથે મુકાબલો - Congress released second list

બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેેસે અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા સામે કોંગ્રેસે સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને મેદાને ઉતાર્યા છે. ત્યારે જાણીએ સિદ્ધાર્થ ચૌધરીની રાજકીય અને સામાજિક કારકિર્દી વિશે વિસ્તારથી...

બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા
બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 8:38 PM IST

બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા

બારડોલીઃ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 43 ઉમેદવારોના નામ સામેલ છે. કોંગ્રેસે આ યાદીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 8 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે વર્તમાન 3 ધારાસભ્યોને ટિકિટ આપી છે. ઉલ્લેખનિય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 26 બેઠકમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા સામે કોંગ્રેસે સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને મેદાને ઉતાર્યા છે.

માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ચૌધરીના પુત્ર છે સિદ્ધાર્થ ચૌધરી

કોણ છે સિદ્ધાર્થ ચૌધરીઃ બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી જેઓ તાપી જિલ્લામાંથી આવે છે. તેઓ માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. સિદ્ધાર્થ ચૌધરીએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે પણ હાલ કાર્યરત છે. તેમના પિતા અમરસિંહ ચૌધરીએ અપક્ષ તરીકે ચૂંટણી લડી વ્યારા બેઠક પરથી તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ બી. ચૌધરીને હરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

સિદ્ધાર્થ ચૌધરીનો જન્મ 21 જાન્યુઆરી 1977 ના રોજ થયો હતો. તેમના પિતા અમરસિંહ ચૌધરી વર્ષોથી રાજનીતિ સાથે સંકડેયેલા છે અને આદિવાસી સમાજના અનેક પ્રશ્નોને લઈ વિવિધ સંગઠનો સાથે સંકળાયેલા છે.

બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા

સિધ્ધાર્થ ચૌધરીની રાજકીય-સામાજીક કારકિર્દી

  • શ્રી ખેડૂત સહકારી જીન ડિરેક્ટર વ્યારા
  • સુમુલ ડેરી, સૂરતના ડિરેક્ટર
  • સભ્ય ગુજરાત ખેતી વિકાસ પરિષદ
  • સભ્ય જેસિંગપુર દૂધ મંડલી લિમિટેડ
  • સભ્ય જાગૃતિ સેવા સમાજ - વેરા

સિદ્ધાર્થ ચૌધરીની રાજકીય કારકિર્દી

  • તાલુકા પંચાયતના પ્રમુખ - વ્યારા (2018-2020)
  • સભ્ય તાપી જિલ્લા પંચાયત (2010-2015)
  • ઉપપ્રમુખ સુરત જિલ્લા યુથ કોંગ્રેસ (2005-2009)
  • મહામંત્રી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ
  1. Congress released second list : લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ
  2. Loksabha election 2024: કચ્છ લોકસભા બેઠક માટે નિતેશ લાલનને કોંગ્રેસે આપી ટિકિટ, ભાજપ સાંસદ વિનોદ ચાવડા સાથે ટક્કર

ABOUT THE AUTHOR

...view details