Chhotaudepur Lok Sabha Seat છોટાઉદેપુર: હંમેશા ચર્ચામાં રહેલી છોટાઉદેપુર લોકસભાની એસટી બેઠક કોને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવશે તેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય કાર્યાલય દ્વારા જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા તમામ અટકળોનો અંત આવ્યો છે અને જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. અચાનક જશુભાઈ રાઠવાની નામ જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
2019ની ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસને હરાવવા માટે ભાજપે ગીતાબેન રાઠવા જેવા શિક્ષિત આદિવાસી મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા અને હવે એમના સ્થાને ભાજપે આદિવાસી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ૫૪ વર્ષીય જશુભાઇ રાઠવાને ટિકિટ આપી છે. જેઓ બી.એ.થયેલા છે.
રાજકીય પરિચય:
જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના વસેડી ગ્રામ પંચાયત ખાતે એક સરપંચ તરીકે ચૂંટાઈ આવી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે બજાવી અનેક હોદ્દાઓ મેળવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ આદિજાતી વિકાસ નિગમના ડિરેક્ટર, અનુસૂચિત જનજાતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ લોકસભા છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 2017માં જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જે કામગીરીને જોતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી છોટાઉદેપુરની બેઠકની ટિકિટ કોને મળશે તે અંગે રાહ જોવાતી હતી. હાલમાં થોડા સમય અગાઉ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. જેઓની છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવશે તેવી ચર્ચાઓ ભારે જોર શોરથી ચાલી હતી પરંતુ ભાજપે જશુભાઈ રાઠવા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
- Ahmedabad East Lok Sabha Seat: અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ અને રોહત ગુપ્તા વચ્ચે થશે સીધા મુકાબલો
- Surat Lok Sabha Seat: સુરત લોકસભા બેઠક પર દર્શના જરદોશની ટિકિટ કાપનાર કોણ છે મુકેશ દલાલ ? જાણો
- Bhavnagar Lok Sabha Seat: ભાજપે પીઢ પૂર્વ મેયર અને કોળી સમાજના મહિલા અગ્રણી નિમુબેન બાંભણીયાને આપી ટિકિટ