જુનાગઢ:13 જુનાગઢ લોકસભા બેઠક પર શતાયુ મતદારોએ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખાસ કરીને યુવાન મતદારો મતદાન અચૂક કરે તે માટેની ભાવ સભર આગ્રહભરી વિનંતી પણ કરી છે. જુનાગઢ લોકસભા બેઠક પર કુલ 600 કરતાં વધુ 90 થી 100 વર્ષની આયુ ધરાવતા મતદારો નોંધાયા છે, આ મતદારોએ યુવાન મતદારોને મતદાન પ્રત્યે જાગૃત થઈને સ્વયમ મતદાન માટે બહાર નીકળવું જોઈએ તેવી અપીલ પણ કરી છે. જુનાગઢ લોકસભા દિવ નજીક વિસ્તરેલી લાંબી લોકસભા છે, જેમાં ચૂંટણીના દિવસે ખાસ કરીને યુવાન મતદારો મતદાનને લઈને કોઈ ખાસ ઉત્સાહ દર્શાવતા નથી જેને આગામી સાતમી મેના દિવસે મતદાન કરવા છતાં શતાયુ મતદારોએ અપીલ કરી છે.
શતાયુ મતદારોએ યુવાનોને કરી ખાસ અપીલ, કહ્યું બંધારણે આપેલો અધિકાર મતના રૂપમાં અચૂક ભોગવો - Compulsory voting - COMPULSORY VOTING
આગામી 7મી માર્ચે જૂનાગઢ લોકસભા બેઠકની સાથે રાજ્યની 26 બેઠક પર મતદાન હાથ ધરાવવા જઈ રહ્યું છે, ત્યારે જુનાગઢ લોકસભા બેઠકમાં અંદાજિત 600 કરતા વધુ શતાયુ મતદારો નોંધાયા છે. આ તમામ મતદારો એ યુવાનોને મતદાન કરવાને લઈને ખાસ અપીલ કરી છે.
Published : Apr 12, 2024, 8:24 PM IST
પહેલી લોકસભા થી મતદાન કરતા મતદાર: પહેલી લોકસભાથી મતદાન કરતા શતાયુ મતદાર હીરાબેન બલસારા એ મત આપવો જોઈએ તેવો મત પ્રગટ કર્યો છે, આઝાદી બાદ યોજાયેલી ભારતની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં હીરાબેન બલસારા મતદાન કરતા આવ્યા છે. આ વખતે પણ તેઓ સાતમી તારીખે મતદાન કરવા જઈ રહ્યા છે મત ને તેઓ અમૂલ્ય દાન પણ માની રહ્યા છે. જેથી આજનો યુવાન મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને હકને ઉત્તર દાનના રૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ કરી છે.
તો બીજી તરફ શતાયુ મતદાર ભાનુબેન પટેલે પણ યુવાન મતદારોની મતદાન પ્રત્યેની ઉદાસીનતાને ખૂબ જ ગંભીર ગણાવી છે, યુવાનો પોતાની પસંદગીની સરકાર અને સાંસદને ચૂંટી શકે તે માટે પાંચ વર્ષે આવતો આ લોકશાહીનુ મહાપર્વ છે. જેમાં પ્રત્યેક યુવાન મતદારે પોતાની ઈચ્છા અને પસંદગીના ઉમેદવાર કે રાજકીય પક્ષને પસંદ કરીને પણ મતદાનની પ્રક્રિયામાં અચૂક પણે સામેલ થવું જોઈએ તેવો તેમનો અભિપ્રાય યુવાન મતદારો સમક્ષ વ્યક્ત કર્યો છે.