ગુજરાત

gujarat

ETV Bharat / politics

Bharat Jodo Nyay Yatra: ભારત જોડો ન્યાય યાત્રાનું મુંબઈમાં સમાપન, જનસભામાં જોવા મળી I.N.D.I.A ગઠબંધનની તાકાત - Bharat Jodo Nyay Yatra

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે મહારાષ્ટ્રના મુંબઈમાં પૂર્ણ થઈ છે. આ દરમિયાન એક જાનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં I.N.D.I.A. મહાગઠબંધનના તમામ વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Bharat Jodo Nyay Yatra
Bharat Jodo Nyay Yatra

By ETV Bharat Gujarati Team

Published : Mar 17, 2024, 11:00 PM IST

ભારત જોડો ન્યાય યાત્રાનું મુંબઈમાં સમાપન

મુંબઈઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મુંબઈમાં પૂર્ણ થઈ છે. આ પ્રસંગે મુંબઈના શિવાજી પાર્કમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં I.N.D.I.A. ગઠબંધનના તમામ ઘટક પક્ષોના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીની રવિવારની બેઠકમાં I.N.D.I.A. અઘાડીની એકતા દેખાઈ હતી.

ભારત જોડો ન્યાય યાત્રાનું મુંબઈમાં સમાપન પ્રસંગે રાહુલ ગાંધીનું સંબોધન

ઈન્ડિયા ગઠબંધનની તાકાત: આ બેઠકમાં એનસીપીના નેતા શરદ પવાર, શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, ઝારખંડના મુખ્યપ્રધાન ચંપાઈ સોરેન, બિહાર વિધાનસભાના વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, ઉત્તર પ્રદેશ વિધાનસભાના વિપક્ષના નેતા અખિલેશ યાદવ, વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લા, વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. નેતા કલ્પના સોરેન (ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની) સિવાય અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ આ જનસભામાં ભાગ લીધો હતો.

રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર: ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'હિંદુ ધર્મમાં એક શબ્દ છે 'શક્તિ'. અમે એક બળ સાથે લડી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે એ શક્તિ શું છે? રાજાની આત્મા EVMમાં છે, તે સાચું છે. રાજાની આત્મા EVM અને દેશની દરેક સંસ્થા, ED, CBIમાં છે. મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતા કોંગ્રેસ પાર્ટી છોડીને રડતા રડતા મારી માતાને કહે છે, 'સોનિયાજી, મને શરમ આવે છે કે મારામાં આ સત્તા સામે લડવાની હિંમત નથી. મારે જેલમાં જવું નથી. આ રીતે હજારો લોકોને ડરાવવામાં આવ્યા છે.

શરદ પવારનું આહ્વાન: NCP-SCPના વડા શરદ પવારે કહ્યું હતું કે 'મહાત્મા ગાંધીએ આ શહેરમાંથી 'ભારત છોડો'નું સૂત્ર આપ્યું હતું, આજે આપણે ( ઈન્ડિયા ગઠબંધન) ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકવાનો સંકલ્પ કરવો જોઈએ.' આ સિવાય પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, 'આજે હું જોઉં છું કે અહીં અલગ-અલગ વિચાર અને વિચારધારાઓના લોકો એકઠા થયા છે. આ ભારત છે. ચૂંટણીઓ આવવાની છે અને બંધારણનું સૌથી શક્તિશાળી શસ્ત્ર, તમારો મત, તમારા હાથમાં છે.

RJD નેતા તેજસ્વીનું સંબોધન: I.N.D.I.A. મહાગઠબંધનની મહા રેલીમાં RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું, 'અમે રાહુલ ગાંધીનો આભાર માનીએ છીએ કે તેમણે સમગ્ર દેશભરમાં પ્રવાસ કર્યો... અને સંદેશ આપવાનું કામ કર્યું, જે આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જ્યાં નફરત ફેલાવવામાં આવી રહી છે, જ્યાં બંધારણ અને લોકશાહી જોખમમાં છે... રાહુલ ગાંધીએ તમામ લોકોને એક કરવા, બંધારણ અને લોકશાહી બચાવવા, નફરતને હરાવવા માટે ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું, આ માટે હું તેમનો આભાર માનું છું.

  1. Rahul Amit Shah defamation case: રાહુલ ગાંધી હાજીર હો... અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ
  2. Cabinet Meet: PM મોદીએ મંત્રીઓને કહ્યું, નવી સરકારના પ્રથમ 100 દિવસનો રોડમેપ તૈયાર કરો

ABOUT THE AUTHOR

...view details