ગુજરાત

gujarat

ETV Bharat / opinion

ભારતીય સેનાની કરોડરજ્જુ 'પાયદળ' , 27 ઓક્ટોબરે ભારતીય સેના 'પાયદળ દિવસ'ની કરશે ઉજવણી - INDIAN ARMY INFANTRY DAY

દર વર્ષે 27 ઓક્ટોબરના રોજ ભારતીય સેનાની સૌથી મોટી લડાયક શાખાના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે અને તેને ઓળખવા માટે 'પાયદળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

ભારતીય સેનાની કરોડરજ્જુ ' પાયદળ સેના'
ભારતીય સેનાની કરોડરજ્જુ ' પાયદળ સેના' (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2024, 6:00 AM IST

હૈદરાબાદ: દર વર્ષે 27 ઓક્ટોબરના રોજ ભારતીય સેનાની સૌથી મોટી લડાયક શાખાના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે અને તેને ઓળખવા માટે 'પાયદળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જેમને ફરજના માર્ગે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. ભારતીય સેના આ વર્ષે 78 પાયદળ દિવસના રુપે મનાવી રહી છે. આ દિવસે દેશ એ બહાદુરોને શ્રદ્ધાંજલિ આપે છે, જેમને ભારતની રક્ષા માટે પોતાના જીવની કુર્બાની આપી હતી.

મહત્વ:પાયદળ દિવસ સ્વતંત્ર ભારતની પહેલી સૈન્ય ઘટનાની યાદમાં મનાવવામાં આવે છે. જ્યારે ભારતીય સેનાની શિખ રેજિમેન્ટની પહેલી બટાલિયને 27 ઓક્ટોબર 1947ના રોજ કશ્મીર ઘાટીમાં પાકિસ્તાની સેના અને લશ્કરના હુમલાખોરો દ્વારા ભારતીય ધરતી પર કરાયેલા પહેલા હુમલા સામે વિજય મેળવવા માટે જંગ કરી હતી. જેઓએ જમ્મુ-કશ્મીરને હડપી લેવાની કોશિશ કરી હતી. આ દિવસ એટલે મહત્વપૂર્ણ છે કેમ કે, ભારતીય સેના પહેલી ટુકડી શ્રીનગર એરપોર્ટ પર ઉતરી હતી. જેનાથી પાકિસ્તાન સમર્થિત હુમલાખોરોએ પાછળ હટવા માટે મજબૂર થવું પડ્યું હતું.

વિસ્તારપૂર્વક ઇતિહાસ: 22 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાનના કાયમી સૈનિકો જમ્મુ-કશ્મીરમાં ઘૂસી ગયા હતા. તેની પાછળનો એમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય પર બળજબરી પૂર્વક કબ્જો કરીને તેને પાકિસ્તાનમાં શામેલ કરવું હતું. આ જ ચિંતામાં શ્રીનગરના મહારાજ હરિસિંહે 26 ઓક્ટોબર 1947 ના રોજ વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર બાદ જમ્મુ-કશ્મીર ભારતનો ભાગ બની ગયું હતું.

આ સમજૂતી સાથે, ભારતીય સેના અને તેમના સૈનિકોને દેશમાં ઘૂસણખોરી કરવાવાળા પાકિસ્તાની આક્રમણકારીઓ સામે લડવા માટે રાજ્યમાં તૈનાત કરવાનો રસ્તો સાફ કરી દીધો હતો. જે પાકિસ્તાન માટે અસહનીય હતું. એટલે જ તેઓએ જમ્મુ કશ્મીર પર કબ્જો કરવાના ઇરાદે ભારતીય ક્ષેત્ર પર બળજબરી પૂર્વક આક્રમણ કર્યું હતું.

શિખ રેજિમેન્ટની એક બટાલિયન પાકિસ્તાન સમર્થિત કબીલાઇ આક્રમણકારીઓ સામે લડવા માટે શ્રીનગર એરબેસ પર પહોંચી ગઇ હતી. પેલી બટાલિયને યુદ્ધના મેદાનમાં પહોંચીને પેલેથી જ પાકિસ્તાનના કાયમી સૈનિકો જે કથિત રીતે ઉત્તર પશ્ચિમી સીમાંત પ્રાંત (NWFP) ના કબીલાઇ વિસ્તારમાંથી સ્વયંસેવકોની વેશભૂષામાં જમ્મુ કશ્મીરમાં પ્રવેશ કરી ગયા હતા.

પાકિસ્તાની આક્રમણકારીઓ જમ્મુ કશ્મીરના શ્રીનગર તરફ આગળ વધી રહ્યા હતા. લિંક રોડના માધ્યમથી સૈનિકોને મોકલવામાં સમય લાગતો હતો અને ઘાટી પાકિસ્તાની આક્રમણકારીઓના હાથે આવી જાત, એટલે 26 ઓક્ટોબરની રાતે એક ઇમર્જન્સી બેઠક થઇ અને તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ તરફથી લીલી ઝંડી મળ્યા પછી સૈનિકો શ્રીનગર પહોંચ્યા હતા.

27 ઓક્ટોબરની સવારે 2 ભારતીય વાયુ સેનાના વિમાનોની મદદથી સૈનિકોના એક ભાગને આકાશી માર્ગે કાઢવામાં આવ્યા હતા અને બાકી સૈનિકોને ખાનગી એરલાઇનના વિમાનોથી બહાર કઢાયા હતા. લેફ્ટનેન્ટ કર્નલ દીવાન રંજીત રાયના નેતૃત્વ વાળી પહેલી ભારતીય બટાલિયનને 26 ઓક્ટોબરની રાતે જાણ કરાવામાં આવી હતી, તેઓ ગુડગાંવથી ચાલ્યા ગયા હતા, જ્યાં તેઓ નવી દિલ્લીના પાલમ એરપોર્ટ પર તૈનાત હતા અને તેમને આકાશી માર્ગથી લઇ જવાયા હતા.

આવતી સવારે શ્રીનગરમાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાની આક્રમણકારીઓથી એરફિલ્ડ વિસ્તારને બચાવ્યું હતું. શ્રીનગર એરફિલ્ડને સુરક્ષિત કર્યા પછી ભારતીય સૈનિકો આક્રમણકારીઓને રોકવા માટે બારામુલ્લા તરફ આગળ વધ્યા હતા. લેફ્ટેનન્ટ કર્નલ દીવાન રંજીત રાય શ્રીનગર તરફ આક્રમણકારોને આગળ વધતા રોકવામાં મોડું કરવામાં અસમર્થ હતા. પરંતુ બારામુલ્લા પાસે તેઓએ પોતાનો જીવ કુર્બાન કરી દીધો હતો. આ સમયે પાકિસ્તાની સેનાને પાછળ ધકેલવા માટે હવાઈ માર્ગે શ્રીનગરમાં વધુ સૈન્ય મોકલવામાં આવ્યું હતું.

27 ઓક્ટોબર 1947ના રોજ તેઓ સ્વતંત્રતાના યુદ્ધ પછી યુદ્ધમાં સામેલ થનારા તેઓ પહેલા ભારતીય સેના અધિકારી હતા. તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર દેશના બીજા સૌથી મોટા વીરતા પુરસ્કાર મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાયદળ શું છે?: થળ સેના ભારતીય સેનાની સૌથી મોટી લડાયક શાખા છે. જેને " ક્વિન ઓફ બેટલ" ના નામથી જાણવામાં આવે છે. આ ભારતીય સેનાની કરોડરજ્જુ છે અને આના સૈનિકો કોઇ પણ યુદ્ધમાં મુખ્ય રુપે લડે છે. શારીરિક ફિટનેસ, આક્રમકતા અને અનુશાસન આ પુરુષોના આવશ્યક પાયાના ગુણો છે. ભારતીય સેનાની પાયદળ ટુકડીઓને ભારતીય સેનાને આધુનિક બનાવવા અને સુસજ્જ કરવા અને પ્રશિક્ષિત કરવા માટે બનાવી છે.

દુનિયાની સૌથી શ્રેષ્ઠ પાયદળમાંથી એક: પાયદળ સેનાને 2 મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. હળવી પાયદળ સેના અને મોટી પાયદળ સેના હલકી પાયદળ સેના ગતિશિલ અને સ્ફૂર્તિલી થવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જ્યારે ભારે પાયદળ સેનાને ભારે હથિયારો અને હથિયાર બંદ થવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આધુનિક સૈન્ય અભિયાનોને સફળ બનાવવા માટે 2 પ્રકારની પાયદળ સેના જરુરી છે.

"પાયદળ" ભારતીય સેનાની 4 મુખ્ય લડાયક શાખાઓમાંથી એક છે અને બીજી 3 છે.

  • સશસ્ત્ર કોર્પ્સ
  • યાંત્રિક પાયદળ
  • તોપખાનું

ભારતીય સેના વિશે:

  • આર્મી અધ્યક્ષ - જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી
  • મુખ્યાલય- નવી દિલ્હી, દિલ્હી
  • સ્થાપના – 1895

આર્મી વિશે 10 મહત્વની વાતો:

  1. "સંકટનો સામનો કરતી વખતે સૈનિકનું હૃદય ડગમગવું જોઈએ નહીં તેની ફરજ તેની માર્ગદર્શક છે." - ફીલ્ડ માર્શલ સામ માણેકશો
  2. "અમારા સૈનિકો એટલે નથી લડતા કે, તેઓને સામેની વસ્તુઓથી નફરત છે, પરંતુ એટલે લડે છે કેમ કે, તેઓને પોતાની પાછળની વસ્તુઓને પ્રેમ છે"- જનરલ જ્યોર્જ એસ પૈટન
  3. "કેટલાક ધ્યેયો એટલા સાર્થક હોય છે કે, તેમાં નિષ્ફળ થવું પણ ગર્વની વાત છે." - કેપ્ટન મનોજ કુમાર પાંડે (પરમવીર ચક્ર)
  4. "કોઇ પણ દેશની શક્તિ તેના સૈનિકોની સુખાકારીમાં રહેલી છે" - ચાણક્ય
  5. "અમે લાખો લોકોનો દેશ છીએ અને અમારી રક્ષા અમારી સેનાની સર્વશ્રેષ્ઠ રક્ષા છે"- ઇન્દિરા ગાંધી
  6. "સાહસનો મતલબ એ નથી કે લોકો તમારાથી ડરે ,સાહસનો મતલબ છે કે તમે ડરને પોતાના રસ્તામાં આવવા દેતા નથી" -મૈરી એની રૈડમાકર
  7. "મારી બંદૂક અત્યારે પણ કામ કરે છે અને હું આ બદમાશોને પકડી લઇશ"- લેફ્ટેનન્ટ અરુણ ખેત્રપાલ ( પરમવીર ચક્ર)
  8. "પોતાના ઘરોમાં નિરાંતે સુઇ જાઓ ભારતીય સેના સીમાઓની રક્ષા કરે છે" - લાલ બહાદુર શાસ્ત્રી
  9. "અમારી કાલ માટે તેઓએ પોતાની આજ આપી દીધી" -ભારતીય સેનાનો નારો
  10. "ભારતીય સૈન્ય માત્ર એક બળ નથી, તે રાષ્ટ્ર પ્રત્યેની હિંમત, બલિદાન અને અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે." - એક આભારી નાગરિક

ABOUT THE AUTHOR

...view details