ગુજરાત

gujarat

ETV Bharat / opinion

હિંદ મહાસાગરમાં ભારત 'ધ નેટ સિક્યુરિટી પ્રોવાઈડર' અને 'ધ ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે કેટલું 'વધુ' કારગર રહેશે? એક તાર્કીક વિશ્લેષણ - Net Security Provider - NET SECURITY PROVIDER

હિંદ મહાસાગરનો અત્યાર સુધી પ્રમાણમાં શાંત અને અજાણ્યો વિશાળ વિસ્તાર અત્યારે મહાસત્તાઓની સર્વોચ્ચતા અને અગ્રણી થવા માટેની હોડનો સાક્ષી બની રહ્યો છે. યુએસએ અને ચીન વ્યૂહાત્મક લાભો મેળવવા માટે એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા છે. વાંચો હિંદ મહાસાગરમાં ભારતના “ધ નેટ સિક્યુરિટી પ્રોવાઈડર” અને “ધ ફર્સ્ટ રિસ્પોન્ડર” વિશે એક વિચક્ષણ સમીક્ષા વિગતવાર. India The Net Security Provider The First Responder

હિંદ મહાસાગરમાં ભારતની સ્થિતિ
હિંદ મહાસાગરમાં ભારતની સ્થિતિ

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 6:01 AM IST

હૈદરાબાદઃ હિંદ મહાસાગરમાં મહાસત્તાઓ વચ્ચે વધતો જતો સંઘર્ષ સાગરને હચમચાવી રહ્યો છે. આ પ્રદેશને નૌકાદળના પરિપ્રેક્ષ્યથી જ નહિ પણ વેપાર નેવિગેશન, માછીમારી અને દરિયાની સપાટી નીચેથી ખનીજ સંપત્તિ માટે પણ વધુ મહત્વનો છે. યુએસએ, યુકે, ફ્રાન્સ, જાપાન અને ચીનના નાના દરિયાકાંઠાના દેશના લશ્કરી થાણા જિબુટીમાં છે. યુએસ પાસે યુનાઈટેડ કિંગડમ અને મોરેશિયસ વચ્ચે વિવાદિત ચાગોસ દ્વીપસમૂહના ટાપુ ડિયાગો ગાર્સિયામાં તેનો બીજો બેઝ છે. બીજી તરફ ચીન, જીબુટીમાં તેનું ઓપરેશનલ બેઝ ધરાવે છે અને તે એક ગ્રેટ કોકો ટાપુ (બંગાળની ખાડીમાં નિકોબાર દ્વીપથી માત્ર 60 કિલોમીટર દક્ષિણમાં) અને બલુચિસ્તાનના દરિયાકાંઠાના શહેર ગ્વાદરમાં બીજો બેઝ નિર્માણ કરી રહ્યું છે. લોનની આંશિક ચુકવણીના બદલામાં શ્રીલંકાના હમ્બનટોટા બંદરને ચીને લાંબા ગાળાની લીઝ પર લીધું છે. જેનો ઉપયોગ લશ્કરી હેતુઓ માટે થવાનો અંદાજ છે. ચીન માલદીવને ચીની નૌકાદળ માટે તેના કેટલાક ટાપુઓ સોંપવા દબાણ કરી રહ્યું છે.

હિંદ મહાસાગરમાં ભારતની સ્થિતિ

હિંદ મહાસાગરમાં 7600 કિલોમીટરનો સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ભારત પર આ ક્ષેત્રમાં બચાવ, રાહત તેમજ સુરક્ષાની સૌથી મોટી જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 1987માં જ્યારે માલદીવ પર હુમલો થયો હતો ત્યારે ભારતીય સશસ્ત્ર દળોએ માલદીવના SOS કોલનો માત્ર 4 કલાકમાં જવાબ આપ્યો હતો. તેમજ સંભવિત બળવાથી દેશને બચાવ્યો હતો. ફરીથી વર્તમાન સદીના પ્રથમ દાયકામાં જ્યારે સુનામીએ હિંદ મહાસાગરના દેશો પર કેર વર્તાવ્યો ત્યારે ભારતે સ્થાનિક મોરચે જ સફળ બચાવ અને રાહત કામગીરી કરવા ઉપરાંત આ ક્ષેત્રના અસરગ્રસ્ત દેશોને આર્થિક મદદ પણ કરી હતી. કોવિડ રોગચાળા દરમિયાન ભારતે હિંદ મહાસાગરના કિનારે આવેલા અનેક પાડોશી દેશોને રસી પૂરી પાડી હતી.

ભારત હિંદ મહાસાગરમાં મર્કેન્ટાઈલ નેવિગેશનને સુરક્ષિત બનાવવામાં વ્યસ્ત છે. આધુનિક સમયમાં અરબી સમુદ્રમાં સોમાલિયાના પ્રાદેશિક સાગર વિસ્તારમાં વિદેશી ટ્રોલર્સ દ્વારા ગેરકાયદેસર માછીમારી માટે સોમાલિયાના ગરીબ માછીમારી સમુદાયની પ્રતિક્રિયા તરીકે શરૂ ચાંચિયાગીરી થઈ હતી. ટૂંક સમયમાં જ મોટી હાઈજેકિંગના ગુનામાં વધારો થયો. જોકે શરૂઆતમાં એક સંયુક્ત ટાસ્ક ફોર્સ (CTF150), એક બહુરાષ્ટ્રીય દળ આ ખતરાને પહોંચી વળવા માટે રચવામાં આવ્યું હતું. તેણે થોડી સફળતા હાંસલ કરી હતી પરંતુ ગુનાને સંપૂર્ણ પણે ડામી કે નાબૂદ કરી શકાયા નથી. ભારતીય નૌકાદળે 2019માં જૂન મહિનામાં ઓમાનના અખાતમાં કેટલાક વેપારી જહાજો પરના હુમલા પછી આ ગુના સામે લડવા માટે "ઓપરેશન સંકલ્પ" શરૂ કર્યુ. જો કે, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષે આ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિને વધુ ખરાબ કરી કારણ કે, આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન સોમાલિયન પાણીમાંથી લાલ સમુદ્ર અને એડનના અખાત તરફ ગયું. હુથી આતંકવાદીઓ સાથે ચાંચિયાઓના સંભવિત જોડાણે પણ ચાંચિયાઓને વધુ સ્વતંત્રતા અને તેમની કામગીરી માટે એક સરળ રમતનું મેદાન આપ્યું હતું. હુથી હુમલાને કારણે લાલ સમુદ્રના કોરિડોર (વિશ્વના સૌથી વ્યસ્ત કાર્ગો અને ઓઈલ ટ્રાન્ઝિટ પોઈન્ટ પૈકીના એક) દ્વારા નેવિગેશન વધુને વધુ અસુરક્ષિત બનાવ્યું. જેના પરિણામે દરિયાઈ કાર્ગોને યુરોપમાં અને ત્યાંથી લઈ જવા માટેનો એકમાત્ર અન્ય વિકલ્પ બચ્યો હતો. કેપ ઓફ ગુડ હોપ દ્વારા સમગ્ર આફ્રિકન ખંડ જે માત્ર 14 વધારાના દિવસો લે છે એટલું જ નહિ પરંતુ લાલ સમુદ્ર કોરિડોર દ્વારા લેવામાં આવતા ખર્ચ કરતાં પણ 2.5 ગણો વધારે છે.

'ધ નેટ સિક્યુરિટી પ્રોવાઈડર' અને 'ધ ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે ભારતીય નૌકાદળે છેલ્લા 4 મહિનામાં ઓછામાં ઓછી 19 ઘટનાઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. 14 ડિસેમ્બર 2023થી ભારતીય નૌકાદળે એક ડઝનથી વધુ યુદ્ધ જહાજો એડનના અખાત અને ઉત્તર અરબી સમુદ્રમાં તૈનાત કર્યા છે. જેથી વેપારી જહાજોને લાલ સમુદ્રના કોરિડોરમાં સુરક્ષિત રીતે પસાર કરી શકાય. ભારતીય નૌકાદળ દ્વારા ભારત સિવાય લાઈબેરિયા, માલ્ટા, ઈરાન વગેરે દેશોના જહાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

નેવીએ આ પ્રદેશને અન્ડર ઓબ્જર્વેશન રાખ્યો છે. માહિતી એકત્ર કરવા અને પ્રદેશની દેખરેખ માટે એરિયલ પ્લેટફોર્મ અને અન્ય જહાજોનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં નેવીએ 45 ભારતીય અને 19 પાકિસ્તાની ખલાસીઓ સહિત 110 લોકોના જીવ બચાવ્યા છે. તેમજ વેપારી જહાજોને ચાંચિયાઓના કબ્જામાંથી મુક્ત કર્યા છે.

મધ્ય-પૂર્વીય દેશોનો સંઘર્ષ નજીકના ભવિષ્યમાં સમાપ્ત થવાના કોઈ સંકેતો દેખાતા નથી. તેવા સંજોગોમાં આ ક્ષેત્રમાં ભારતીય નૌકાદળની ભૂમિકા વધુને વધુ મહત્વપૂર્ણ અને લાભદાયી બનશે. હિંદ મહાસાગરમાં ભારત 'ધ નેટ સિક્યુરિટી પ્રોવાઈડર' અને 'ધ ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે કેટલું વધુ કારગર રહેશે તે આવનારો સમય જ કહેશે.

  1. ભારતીય નેવી દ્વારા વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવા ઓપરેશન સમુદ્રસેતુ શરૂ કરાયું
  2. ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત INS ઐરાવત દ્વારા માલદીવમાં રહેતા ભારતીયોને સ્વદેશ લવાશે

ABOUT THE AUTHOR

...view details