સૌમ્યદિપ ચટ્ટોપાધ્યાય, એસોસિયેટ પ્રોફેસર, અર્થશાસ્ત્ર અને રાજકારણ વિભાગ:ભારતની શહેરી શાસન નીતિના રેટરિક અને તેની જમીની વાસ્તવિકતા વચ્ચે સ્પષ્ટ અંતર છે. ભારતીય શહેરો 'વર્લ્ડ ક્લાસ' બનવાની ઈચ્છા તો ધરાવે છે, પરંતુ અહીં, તેમની પાસે શહેરી વિકાસનું આયોજન કરવા માટે મજબૂત વહીવટી તંત્રનો અભાવ છે. શહેરની સરકારોની કામગીરી અને નાણાકીય બાબતો પર સ્પષ્ટ નિર્ણય લેવાની શક્તિ ધરાવતા મેયરો દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય મહાનગરોના અનુભવોથી આ બાબત તદ્દન વિપરીત છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, સંસ્થાકીય વ્યવસ્થાઓ શહેરના વહીવટકર્તાઓને તેમના નાગરિકો પ્રત્યે જવાબદાર બનાવે છે તેમજ શહેરોને સમાવિષ્ટ અને ગતિશીલ બનાવે છે. તમને જણાવી દઈએ કે, પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલ અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ (UGI) 2024 માં ભારતના અપંગ શહેર શાસન વિશે જણાવવામાં આવ્યું છે.
અનિયમિત મ્યુનિસિપલ ચૂંટણીઓ
'મજબૂત શહેરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાયદાકીય માળખું'ના પેટા થીમ હેઠળ 30 પોઇન્ટના સ્કેલ ઉપર રાજ્ય મુજબના સ્કોર (મેઘાલય અને નાગાલેન્ડ સિવાય) કે જેમાં પંજાબને 6.79 તો કેરળને 18.63 સ્કોર આપવામાં આવ્યા હતા. 74મા બંધારણીય સુધારો અધિનિયમ (CAA)ના અમલથી શરૂ કરીને ત્યાર બાદના સુધારાઓને મુખ્ય શહેરી વિકાસ કાર્યક્રમો હેઠળ ભંડોળ મેળવવા માટેની શરતો તરીકે ઉમેરવામાં આવતા, શહેરી સશક્તિકરણ પર ભારતે સ્પષ્ટ નીતિ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમ છતાં, UGI સૂચવે છે કે, ભારતીય શહેરો વ્યાપક યોજનાઓ નક્કી કરવા અને અમલમાં મૂકવા માટે ઘણી રીતે સશક્ત નથી. ઉપરાંત અનિયમિત મ્યુનિસિપલ ચૂંટણીઓ શહેર સરકારોના ચૂંટાયેલા સભ્યોને જવાબદાર ઠેરવવા માટેનો સીધો માર્ગ છે.
74મી CAA એક્ટ પાંચ વર્ષની મુદત સાથે મ્યુનિસિપલ સરકારોમાં તમામ બેઠકો ભરવા માટે સીધી ચૂંટણીઓ ફરજિયાત કરે છે. રાજ્ય ચૂંટણી પંચ (SEC) ને મ્યુનિસિપલ ચૂંટણીઓ પર દેખરેખ રાખવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. જેમાં ત્રણ મહત્વપૂર્ણ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે: - મતદાર યાદીઓની તૈયારી અને અપડેટ, સીમાંકન અને અનામત રોસ્ટરની તૈયારી અને ચૂંટણીઓનું સંચાલન. વાસ્તવમાં વ્યવહારમાં, આ કાર્યોનું સંચાલન બહુવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે, જેના પરિણામે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં વધુ પડતો વિલંબ થાય છે. માત્ર ચાર રાજ્યોમાં જ CAAને વોર્ડનું સીમાંકન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં આ કર્યાની જવાબદારી રાજ્ય સરકારોને આપવામાં આવી છે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ની ચૂંટણીમાં લગભગ પાંચ વર્ષ વિલંબ થયો હતો કારણ કે રાજ્ય સરકાર SEC ને અપડેટ કરેલ સીમાંકન સીમાઓ અને આરક્ષણ રોસ્ટર પ્રદાન કરી શકી ન હતી. તમને જણાવી દઈએ કે, આરક્ષણ રોસ્ટરની તૈયારી જટિલ તેમજ અપારદર્શક હોય છે જે ઘણીવાર કાયદાકીય કેસ તરફ દોરી જાય છે.
ઘણા કિસ્સાઓમાં, મહિલાઓ માટે અનામત વોર્ડ અથવા મેયર પદ સિવાય, મહિલા અનામતની અંદર SC અને ST માટે અનામતની જરૂર છે. કર્ણાટકમાં, ઓગસ્ટ 2018 અને જાન્યુઆરી 2020 ની વચ્ચે, મેયર અને ડેપ્યુટી મેયરના હોદ્દા માટે આરક્ષણના સરકાર દ્વારા ફરજિયાત રોટેશન અંગે કોર્ટના કેસોને કારણે 280 ULB માંથી 187 સિટી કાઉન્સિલની રચના કરી શક્યા નથી. તમને જણાવી દઈએ કે, બ્રુહત બેંગલુરુ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી સપ્ટેમ્બર 2020 થી ચૂંટાયેલી મ્યુનિસિપલ સરકાર વિના કાર્ય કરે છે. આ 2020 માં નવો BBMP એક્ટ અને 2023 માં બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) ને સંચાલિત કરવા ગ્રેટર બેંગલુરુ ગવર્નન્સ બિલ રજૂ કરવાના બહાને મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજવાની અનુગામી રાજ્ય સરકારોની અનિચ્છાને કારણે છે.
સામાન્ય રીતે, રાજ્ય સરકારો ઘણીવાર વિવિધ પ્રકારની વિલંબની યુક્તિઓ અપનાવે છે. કારણ કે રાજ્ય સ્તરના રાજકારણીઓ અને અમલદારો ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરોને તેમના પ્રભાવ અને મતવિસ્તાર માટે અને પરિણામે રાજ્ય સરકારોની સત્તા અને અધિકારો માટે સીધો ખતરો માને છે. મ્યુનિસિપલ સરકારોને રાજ્ય સરકારોની દયા પર છોડી દેવામાં આવે છે. જે કોઈપણ હેતુ માટે ભૂતપૂર્વ કાઉન્સિલરોને વિસર્જન કરી શકે છે. આ સંપૂર્ણ રીતે અયોગ્ય અને અસંસ્કારી છે. મ્યુનિસિપલ ચૂંટણીઓમાં આવી ગેરરીતિઓ અને પરિણામે ચૂંટાયેલી મ્યુનિસિપલ કાઉન્સિલોની ગેરહાજરી 74માં CAAમાં પરિકલ્પિત લોકતાંત્રિક નિર્ણયો અને જવાબદારીના અવકાશને નબળી પાડે છે.
મેયર - ઔપચારિક વડાઃ
74મા CAA પછી, રાજ્ય સરકારો દ્વારા શહેરના મેયરની પસંદગી કરવાની રીત નક્કી કરે છે. ચૂંટાયેલી શહેર સરકારોનો કાર્યકાળ પાંચ વર્ષનો નિયત હોવા છતાં, આપણાં શહેરોમાં ચૂંટણીની પદ્ધતિ અને મેયરના કાર્યકાળમાં નોંધપાત્ર ભિન્નતા જોઈ શકાય છે. જો કે, એક થી પાંચ વર્ષ સુધીના કાર્યકાળ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ચૂંટણીઓ માટે જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કેટલાક રાજ્યોમાં રાજ્ય સ્તરે સત્તામાં રહેલા રાજકીય પક્ષના પરિવર્તન સાથે ચૂંટણીની પદ્ધતિ પણ બદલાય છે. તમને જણાવી દઈએ કે, મુંબઈ, પૂણે, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મેયરનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે. તેનાથી વિપરીત, બેંગલુરુ અને દિલ્હી જેવા કેટલાક મોટા શહેરોમાં મેયરનો કાર્યકાળ માત્ર એક જ વર્ષનો હોય છે. નેતૃત્વની પ્રાથમિકતાઓમાં પરિવર્તનની શક્યતાઓને જોતાં, આવા ટૂંકા કાર્યકાળમાં ભાગ્યે જ કોઈ પણ પ્રકારના પરિવર્તનકારી શહેરી નીતિ સુધારાઓને સરળ બનાવવાની કોઈ તક પૂરી પાડે છે. અહીં મમત્વપૂર્ણ બાબત એ છે કે, UGI 2024 ના અહેવાલ મુજબ, કોઈપણ રાજ્યમાં ચૂંટાયેલા કાઉન્સિલરો માટે નિયમિત તાલીમની કોઈ જોગવાઈ નથી.
ખંડિત શાસન
રાજ્ય સરકારો સામાન્ય રીતે શહેરને ચલાવવા માટે વહીવટકર્તાઓની નિમણૂક કરે છે. રાજ્ય સરકારોની આ લગભગ નિયમિત પ્રથા બની ગઈ છે. ઉપરાંત રાજ્ય દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મ્યુનિસિપલ કમિશનર પાસે મ્યુનિસિપલ મુદ્દાઓ પર એક્ઝિક્યુટિવ સત્તા હોય છે. જો કે, ચૂંટાયેલી શહેર સરકારો પાસે શહેરના કમિશનરોની કામગીરી પર વધુ સત્તા હોતી નથી. આ પરિસ્થિતિથી વધુ ખરાબ પરિસ્થિતિ કે જેમાં ચૂંટાયેલી શહેર સરકારો મૂળભૂત શહેરી સેવા-સંબંધિત મુદ્દાઓને ઠીક કરવામાં અસમર્થ છે કારણ કે તેમાંના મોટા ભાગના મુદ્દાઓ રાજ્ય-નિયંત્રિત અર્ધ-સરકારી સંસ્થાઓના અધિકારક્ષેત્ર હેઠળ છે જે શહેર સરકારોને જવાબદાર નથી. અહીં શહેરની યોજનાઓ ચૂંટાયેલી શહેર સરકારો દ્વારા તૈયાર કરવામાં આવતી નથી. રાજ્ય વિકાસ સત્તાવાળાઓ અથવા આંતરરાષ્ટ્રીય સલાહકારો શહેરો માટે યોજનાઓ બનાવે છે. જો કે, તેમાં કેટલાક અપવાદો પણ છે. કોલકાતામાં કમિશનર, મુખ્ય વહીવટી વડા હોવાને કારણે, મેયર-ઇન-કાઉન્સિલ (MIC) ની દેખરેખ અને નિયંત્રણ હેઠળ કાર્ય થાય છે.
તમને જણાવી દઈએ કે, ભોપાલમાં MIC સિસ્ટમ છે. જેમાં સીધા ચૂંટાયેલા મેયર પાસે રૂપિયા 5 કરોડ સુધીના પ્રોજેક્ટને મંજૂર કરવાની નાણાકીય સત્તા હોય છે. કેરળમાં, મેયરને કમિશનરની કામગીરીનું વાર્ષિક મૂલ્યાંકન કરવા માટે સત્તા આપવામાં આવેલી છે. કેટલીક રાજ્ય સરકારો (દા.ત., ગુજરાત, કર્ણાટક) મ્યુનિસિપલ મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે એક સશક્ત સ્થાયી સમિતિની જોગવાઈ કરે છે. જો કે, તમામ રાજ્ય સરકારો આ સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરવાની સત્તા શહેરના મેયરને સોંપતા નથી. UGI 2024 ના રિપોર્ટ અનુસાર, 31 માંથી 15 શહેરોમાં મેયર સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ નથી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ચૂંટાયેલા શહેરના મેયર કરતાં વધુ શક્તિશાળી હોય છે. પરિણામે તેઓ ચૂંટાયેલા કાઉન્સિલરો સમિતિઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને ભાગ્યે જ પ્રભાવિત કરી શકે છે. આ શહેરી શાસન માટે બે મહત્વપૂર્ણ અસરો ધરાવે છે. પ્રથમ, શહેર સરકારની જવાબદારી નબળી પડે છે કારણ કે વહીવટકર્તાઓ લોકો માટે જવાબદાર નથી. બીજું, બહુવિધ નિર્ણય લેવાના કેન્દ્રોનું અસ્તિત્વ શહેર સ્તરે રાજકીય સત્તાના વિભાજન તરફ દોરી જાય છે.
તેમ છતાં, શહેર સ્તરે ક્ષમતાના અભાવને જોતાં, રાજ્ય-પેરાસ્ટેટલ્સ અને શહેરી નિષ્ણાતોની મદદ લેવી વ્યવહારુ છે. પરંતુ આનાથી શહેરની સરકારો અને તેમના ચૂંટાયેલા કાઉન્સિલરોને હાંસિયામાં ધકેલી દેવા જોઈએ નહીં, જેમ કે હવે એવું જ થઈ રહ્યું છે. સાથે સાથે કયા કાર્યો માટે ફક્ત શહેરો જ જવાબદાર છે તે ઓળખવું પણ એટલું જ મહત્વનું છે. રાજ્ય એજન્સીઓ સાથે વહેંચાયેલા કાર્યોના કિસ્સામાં, આયોજન અને અમલીકરણનું સ્પષ્ટ વિભાજન અને સંકલન જરૂરી છે.
આમ, આગળનો માર્ગ જ્યાં સુધી આવી ગવર્નન્સની ખામીઓથી ચાલુ રહેશે ત્યાં સુધી ભારતીય શહેરોનું વર્લ્ડ ક્લાસ બનવાનું સપનું અધૂરું રહેશે. તેથી, શહેરોને તેમના પોતાના વિકાસના માર્ગો નક્કી કરવા દેવા માટે સુધારાની જરૂર છે. આ સાથે, નિયમિત મ્યુનિસિપલ ચૂંટણીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ક્ષમતા નિર્માણ સહિત અન્ય ઘણા પગલાંની જરૂર છે જે ભારતમાં મજબૂત શહેરી સરકારોની સ્થાપના માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો:
- તેલના પુરવઠાની ધીમી માંગ અને પુરવઠામાં વધારો બદલી શકે છે ભવિષ્યની તસવીર, જાણો
- 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન 'વિજિલન્સ અવેરનેસ વીક'ની ઉજવણી,શું રખાઈ આ વર્ષની થીમ?