ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) સાથે જોડાયેલા સ્થાપનો અને કામદારો પરના હુમલામાં વધારો થવાથી બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો થયો છે અને તેની સાતત્યતા પણ વધી છે. તેમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ના ગ્વાદર (ચીન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે) અને તુર્બતમાં પાકિસ્તાનના નૌકાદળના થાણા પરના હુમલાનો સમાવેશ થાય છે, તેમજ દેશના ઉત્તરમાં ખૈબર પખ્તુનખ્વા (કેપી)ના એક જિલ્લા શાંગલામાં ચીની એન્જિનિયરો પર આત્મઘાતી હુમલો પણ શામેલ છે. ચીની ઈજનેરો ઈસ્લામાબાદથી દાસુમાં હાઈડલ પાવર પ્રોજેક્ટ તરફ જઈ રહ્યા હતા. આત્મઘાતી હુમલામાં પાંચ ચીની એન્જિનિયરો અને તેમના સ્થાનિક ડ્રાઈવર માર્યા ગયા હતાં.
જ્યારે બલુચિસ્તાન લિબરેશન આર્મી- BLAએ ગ્વાદર અને તુર્બત પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી, ત્યારે કોઈપણ આતંકવાદી જૂથે ચીની ઇજનેરો પર હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પાકિસ્તાન માટે, સૌથી ગંભીર ઘટના એ હતી કે જેમાં ચીની એન્જિનિયરો શામેલ હતાં જેને કારણે ચીનેે બેઇજિંગથી આક્રમક પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાનમાં ચીનીઓને નિયમિત રીતે નિશાન બનાવવામાં આવે છે.
ચીને માગણી કરી હતી કે 'પાકિસ્તાની પક્ષ હુમલાની સંપૂર્ણ તપાસ કરે અને દોષિતોને સખત સજા કરે.' બેઇજિંગમાં ચીની પ્રવક્તાએ ઉમેર્યું, 'CPEC ની તોડફોડ કરવાનો કોઈ પ્રયાસ ક્યારેય સફળ થશે નહીં.' પાકિસ્તાન પીએમ અને રાષ્ટ્રપતિએ ઇસ્લામાબાદમાં ચીનના દૂતાવાસની મુલાકાત લીધી અને બેઇજિંગની વધતી જતી અગવડતાને ઓછી કરવાની આશા સાથે શોક વ્યક્ત કર્યો.
અપેક્ષા મુજબ, પાકિસ્તાને 'ચીન સાથેની તેની મિત્રતાના દુશ્મનોને' જવાબદાર ગણાવ્યા. પાકિસ્તાનની સૈન્યએ પોતાનું નિવેદન બહાર પાડ્યું, 'કેટલાક વિદેશી તત્વો પાકિસ્તાનમાં આતંકવાદને મદદ કરવા અને પ્રોત્સાહન આપવામાં શામેલ છે, તેમના નિહિત હિતોને કારણે.' તેણે TTP (તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન), અફઘાન તાલિબાન દ્વારા સમર્થિત આતંકવાદી જૂથ પર આરોપ લગાવ્યો, પરંતુ ટીટીપીએ કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. તાજેતરમાં, પાકિસ્તાને ઉલ્લેખ કર્યો હતો કે ટીટીપીને ભારત વાયા કાબુલ દ્વારા સમર્થન આપવામાં આવે છે, ભારત તરફ ઈશારો કરતાં આમ કહ્યું કારણ કે પાકિસ્તાન ચીન-ભારતના સંબંધોના તણાવથી વાકેફ છે.
હુમલાની અસર પહેલાથી જ અનુભવાઈ રહી છે. ચીની તપાસકર્તાઓ તપાસમાં જોડાયા છે, જે દર્શાવે છે કે સંપૂર્ણ તપાસ કરવા માટે પાકિસ્તાન પર વિશ્વાસનો અભાવ છે. ચાઈનીઝ કંપનીઓએ દાસુ ડેમ, દિયામેર-બાશા ડેમ અને તરબેલા 5માં એક્સ્ટેંશન પર કામગીરી સ્થગિત કરી છે, હજારો સ્થાનિક કામદારોને છૂટા કર્યા છે.
હાલમાં CPEC પ્રોજેક્ટ્સમાં કાર્યરત ચીની નાગરિકો હચમચી ગયા છે અને ઘણા પાછા ફરવાનું વિચારી રહ્યા છે. દાસુ પ્રોજેક્ટમાં કાર્યરત ચીની એન્જિનિયરો પરના હુમલા પછી ચાઇનીઝ કામદારોનું સ્થળાંતર થયું, જેમાં જુલાઈ 2021 માં નવના મોત થયા હતા. ચાઇનીઝને પાછા ફરવા અને ફરીથી કામ શરૂ કરવા માટે ખાતરી કરવામાં સમય લાગ્યો હતો.
ચીને વારંવાર પાકિસ્તાનમાં કામ કરતા તેના નાગરિકો માટે સુરક્ષા વધારવાના પાસાંને ઉઠાવ્યું છે. 2021માં, ચીને તેના માર્યા ગયેલા 9 એન્જિનિયરો માટે વળતર તરીકે USD 38 મિલિયનની માંગ કરી હતી, જે ચૂકવવાની ઇસ્લામાબાદની ક્ષમતાની બહાર હતી. પાકિસ્તાને સમીક્ષા માંગી હતી અને ચૂકવણીના અંતિમ આંકડા અજ્ઞાત છે.
એપ્રિલ 2023માં, એક ચીની એન્જિનિયર પર ઇશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પરત મોકલવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં 23 ચીની એન્જિનિયરોને લઈ જતી બસ પર હુમલો થયો હતો.તેમાં પાક સૈન્યએ હુમલાખોરોને કબજે કર્યા, જોકે આ હુમલામાં કોઈ ચીનીની જાનહાનિ થઈ ન હતી. અગાઉ 2021માં, ક્વેટામાં એક હોટલ, જે ચીનના રાજદૂતને હોસ્ટ કરે તેવી અપેક્ષા હતી, તેને નિશાન બનાવવામાં આવી હતી. જોકે તેઓ હાજર રહ્યાં ન હતાં. એક મહિના પછી એક આત્મઘાતી બોમ્બરે કરાચી યુનિવર્સિટીમાં ચીન દ્વારા નિર્મિત કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટના ત્રણ ચાઇનીઝ સ્ટાફ સભ્યોની બસને નિશાન બનાવી. દરેક વખતે ચીને સંપૂર્ણ તપાસની માંગ કરી છે. પાક સૈન્યએ રેન્ડમ રીતે સ્થાનિકોને ઉપાડી લીધાં હતાં અને તેમની પાસેથી બળજબરીથી કબૂલાત કરાવી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધાં.
પાકિસ્તાને હંમેશા ચીન પર હુમલા પાછળ વિદેશી હાથ હોવાનો ઈશારો કર્યો છે. જ્યારે પણ તેના નાગરિકોની હત્યા થાય છે ત્યારે બેઇજિંગ એક બંધનમાં ફસાઈ જાય છે. તે CPEC છોડી શકતું નથી કારણ કે તેણે એક પ્રોજેક્ટમાં પુષ્કળ રોકાણ કર્યું છે જે તેની BRI (બેલ્ટ રોડ પહેલ)નું પ્રદર્શન છે. આથી, તમામ નુકસાન અને ઘટનાઓ છતાં, તેઓ સંબંધોમાં પોપટ આલાપ ચાલુ રાખે છે. તેની સાથે જ, પાકિસ્તાન પાસે પાછું ચૂકવવાની ક્ષમતા નથી એવી કલ્પના કરીને, ચીનના પ્રોજેક્ટ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યા છે. પાકિસ્તાને અમેરિકા સહિતના મિત્ર દેશોની થોડી સહાનુભૂતિ મેળવી હતી