હૈદરાબાદ :એમેઝોન પ્રાઇમ પર OTT સીરિઝ ‘લવ સ્ટોરીયાં’ નો છઠ્ઠો એપિસોડ બંગાળી તહેવાર દુર્ગા પૂજાના એક દ્રશ્ય સાથે શરૂ થાય છે. જેમાં કપાળ પર મોટી લાલ બિંદીના શણગાર સાથે સુંદર લાલ અને સફેદ સાડી પહેરેલી યુવતીઓ સિંદૂરથી હોળી રમી રહી છે. અચાનક એક મહિલાનો અવાજ આવે છે કે, તેને પણ બાળપણમાં આમ કરવાની ઇચ્છા હતી પરંતુ તેને મંજૂરી નહોતી, કારણ કે છોકરાઓને સિંદૂરથી નથી રમી શકતા. બીજા સીનની શરુઆત એક યુવાન દંપતી સાથે થાય છે, તેઓ એક આલિંગન કર્યા બાદ પથારીમાંથી બહાર નીકળી અને તેમની દિનચર્યા શરૂ કરે છે.
‘લવ બિયોન્ડ લેબલ્સ’ : એપિસોડની થોડી મિનિટોમાં ખ્યાલ આવે છે કે પ્રથમ સીનનો અવાજ તિસ્તા દાસનો છે, જે એક ટ્રાન્સ મહિલા છે. તેને ભેદભાવ સામે લડવું પડ્યું હતું. કોલિન ડી'કુન્હા દ્વારા નિર્દેશિત એપિસોડ ‘લવ બિયોન્ડ લેબલ્સ’ પ્રેક્ષકોને એક ટ્રાન્સજેન્ડર દંપતીની રોમેન્ટિક સફર પર લઈ જાય છે. કોલકાતાના ટ્રાન્સજેન્ડર દંપતી તિસ્તા અને દીપન ચક્રવર્તી પ્રેમમાં પડે છે અને ચક્રવર્તીની લિંગ પરિવર્તન સર્જરી ચાલી રહી છે.
ટ્રાન્સજેન્ડર દંપતીની લવસ્ટોરી : આ દંપતી તેમના સંઘર્ષની વાર્તા વર્ણવતા કહે છે, જન્મના સમયે તેમને મળેલા લિંગ સાથે અનુરૂપ થવામાં તેઓ અસમર્થ હતા. જોકે ચક્રવર્તીની લિંગ પરિવર્તન સર્જરી દરમિયાન તિસ્તાએ તેની સતત કાળજી રાખી અને સપોર્ટ કર્યો, આ સાથે બંને વચ્ચે પ્રેમ પણ ખીલ્યો હતો. આ દંપતી અને તેમના પ્રિયજનોના વાસ્તવિક જીવનના ઇન્ટરવ્યુમાં થોડું નાટકીયકરણ અને કપલ દ્વારા જ અદ્ભુત વોઇસ ઓવરના મિશ્રણ સાથે એપિસોડ્સ ફરીથી બનાવવામાં આવ્યા છે.
મહાગાથાનો એક હિસ્સો : જોકે, વાસ્તવિક જીવનમાં તેમના એકસાથે આવવાની જેમ આ એપિસોડ રિલીઝ થયો ત્યારે ફરીથી મુશ્કેલી ઉભી થઈ. LGBTQI+ દંપતીના સંબંધને દર્શાવતી આ સીરિઝ પર UAE, સાઉદી અરેબિયા, તુર્કી, ઇન્ડોનેશિયા અને ઇજિપ્ત સહિત છ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પાથ બ્રેકિંગ એપિસોડ અને તેની જેવા જ પાંચ એપિસોડ વેલેન્ટાઈન ડે પર રિલીઝ થયેલી લવ સ્ટોરીયાં સીરિઝનો એક ભાગ છે.
'લવ સ્ટોરીયા' :કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ થયેલી ‘લવ સ્ટોરીયાં’ સોમેન મિશ્રા દ્વારા નિર્મિત છે. આ સીરિઝ છ કપલના વાસ્તવિક જીવનની પ્રેમ કથા દર્શાવતી છ દિગ્દર્શકોની લાઇનઅપ ધરાવે છે. આ લવ સ્ટોરી સામાન્ય સ્ટોરીથી જરા હટકે છે. એવી વાત જેનો સમાજ સખત પ્રતિકાર કરે છે, પરંતુ જે હંમેશા સમયની કસોટી પર ખરી ઉતરી છે. આ સ્ટોરીઓને કરણ જોહરે "કનેક્શન જે સામાન્યથી પરે" તરીકે વર્ણવી છે.
‘ઈન્ડિયા લવ પ્રોજેક્ટ’ :આ ખરેખર એવા સામાન્ય લોકોની વાર્તા છે જેઓ અસાધારણ પ્રેમ કરી અને જીવન જીવે છે. જેમ કે તમારા મિત્રો, તમારા સાથીદારો જેમને તમે દરરોજ જુઓ છો. આ સ્ટોરીઓ પત્રકાર દંપતી પ્રિયા રામાણી અને સમર હાલર્નકર અને તેમના સાથીદાર નિલોફર વેંકટરામના ‘ઈન્ડિયા લવ પ્રોજેક્ટ’નો ભાગ છે. ‘ઈન્ડિયા લવ પ્રોજેક્ટ’ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રદેશ, ધર્મ, જાતિ અને લિંગના ધોરણોને અનુસરવાનો ઈનકાર કરનારા લોકો તેમના પ્રેમની વાર્તા શેર કરે છે.
રીયલ-લાઈફ એક્સ્ટ્રાઓર્ડિનરી કથા :
આ સિરીઝની વાર્તાઓ જેમ જ આ સ્ટોરી પાછળની વાત પણ અસાધારણ છે. વર્ષ 2020 માં તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયા અને ધાકધમકી બાદ એક જ્વેલરી કંપનીને ઇન્ટર ફેઇથ પ્રેમ દર્શાવતી જાહેરાત પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ ‘ઇન્ડિયા લવ પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ પત્રકાર પ્રિયા રામાણીએ જણાવ્યું કે, તનિષ્કે ઓક્ટોબર 2020 માં ઇન્ટર ફેઇથ પ્રેમ દર્શાવતી એક જાહેરાત બહાર પાડી જેણે તમને અપેક્ષા પણ નહીં હોય તે રીતે ભારતને હચમચાવી નાખ્યું. મારા પતિ સમર હાલર્નકર, અમારા નજીકના મિત્ર નીલોફર વેંકટરામન અને હું આવી બુલિંગથી હેબતાઇ ગયા હતા, જેણે આ કંપનીને પોતાના પ્રેમના સંદેશાને પરત લેવાની ફરજ પાડી હતી.
તેમણે વધુમાં કહ્યું, અમે ઘણા વર્ષોથી જાતિ, ધર્મ, લિંગ અને ઉંમરના કઠોર ભારતીય નિયમોની બહાર પ્રેમ કરવા, સહવાસ કરવા અને લગ્ન કરવા ઇચ્છતા યુગલો માટે એક સુરક્ષિત ઓનલાઈન જગ્યાનું આયોજન કરી રહ્યા છીએ. આ બધું સંપૂર્ણપણે બંધારણીય છે, પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે ભારતીય માતા-પિતાને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા દેવા માટે સમજાવવું કેટલું મુશ્કેલ છે. જ્યારે જ્વેલરીની જાહેરાત પાછી ખેંચી લેવામાં આવી ત્યારે અમે નક્કી કર્યું કે અમે જે વેબસાઈટ બનાવવાનું આયોજન કરી રહ્યા હતા તેમાં હવે વધુ રાહ જોઈ શકાય તેમ નથી.
ત્રણેયએ જણાવ્યું કે અમે જનરેશન Z ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપૂર્ણ વ્યૂહરચના લાગી કરી. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે દરેક પરિવારમાં આવી વાર્તાઓ હોય છે. તેમાંથી ઘણા લોકોએ અમારા માટે તેમની સ્મૃતિમાં દબાયેલી આવી વાર્તા ખોદી કાઢી હતી. અમે અમારી જાતને ઇન્ટર ફેઇથ, આંતરજાતીય અને LGBTQ પ્રેમના ગરમ, આરામદાયક ચાદરમાં લપેટાયેલી જોઈ.
સહ-સ્થાપક નીલોફર વેંકટરામનના માતા-પિતાની ઇન્ટર ફેઇથ પ્રેમકથા સાથે આ પ્રવાસની શરૂઆત કરવામાં આવી. પ્રિયા રામાણીએ કહ્યું કે, અમારી પાસે પ્રેમ કથાઓની ભંડાર હતો. પ્રતિકાર એ સારા સમાચાર છે, અમને જાણવા મળ્યું કે તે અજેય વિચાર છે. હાલમાં અમે અઠવાડિયા દરમિયાન એક કે બે વાર્તા પોસ્ટ કરીએ છીએ. અમારા પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 501 વાર્તાનો સંગ્રહ છે અને હજુ ઘણી એકત્ર થવાની આશા છે.
પ્રિયા રામાણીએ કહ્યું કે, માર્ચ 2021 માં મેં નિર્દેશક કરણ જોહર સાથે ILP ના ઇન્સ્ટાગ્રામ પેજની એક લિંક શેર કરી હતી. જે તેમને ગમી અને તેમણે આ લિંક ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટીક એન્ટરટેઈનમેન્ટમાં ક્રિએટીવ ડેવલપમેન્ટના હેડ સોમેન મિશ્રાને ફોરવર્ડ કરી. તેઓએ અમારો સંપર્ક કર્યો અને આવી રીતે આ શરૂઆત થઈ. અમે તેમને અમારા પ્લેટફોર્મ પર ઘણા કપલ્સ સાથે સંપર્કમાં રાખ્યા અને દરેક ડિરેક્ટરે તેમના મનપસંદ કપલને પસંદ કર્યા. સોમેન મિશ્રાએ છ દિગ્દર્શકોને એવી રીતે પસંદ કર્યા કે તેમાંના ઘણા ડાયરેક્ટર અને તેમણે પસંદ કરેલા દંપતી વચ્ચે કંઈક સમાનતા હતી.
રસપ્રદ વાત એ છે કે દિગ્દર્શકોને પણ વાર્તાઓ સમાનતા લાગી. એક નિર્દેશક અક્ષય ઈન્ડીકર પોતે આંતરજાતીય લગ્ન કર્યા છે અને શાઝિયા ઈકબાલના ભાઈ-બહેનો આંતરધર્મીય સંબંધોમાં છે. પ્રિયા રામાણીએ આ કપલ સાથેની મુલાકાત પોતાના જૂના મિત્રોને મળવા સાથે સરખાવતા કહ્યું કે, એવું લાગ્યું કે અમે એક મહત્વપૂર્ણ પ્રવાસમાં પાર્ટનર છીએ.
લવ સ્ટોરીયાંનો દરેક એપિસોડ તમને એક એવી સફર પર લઈ જાય છે જ્યાં પ્રેમનો સૌથી હૃદયસ્પર્શી રીતે વિજય થાય છે, પછી ભલે તે પોતાના પરિવારોએ તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યા પછી કોલકાતામાં સ્થળાંતર કરનાર બાંગ્લાદેશના 70 વર્ષથી વધુની ઉંમરના કપલ સુનિત અને ફરીદાની વાર્તા હોય અથવા છૂટાછેડા લીધેલી બે બાળકોની સિંગલ માતા એકતા અને ઉલ્લેખની સુંદર પ્રેમકહાની હોય અથવા IIT ખડગપુર સ્નાતકમાંથી એક્ટીવિસ્ટ બનનાર એક ઉચ્ચ વર્ગના બ્રાહ્મણ છોકરા રાહુલ અને એક દલિત/આદિવાસી એક્ટીવિસ્ટ સુભદ્રાની સંઘર્ષમય પ્રેમકથા.
- Ritwik Ghatak : ઋત્વિક ઘટકની ડોક્યુમેન્ટરી માટે નરગીસ કેવી રીતે રાજી થઈ, વિશ્વજીત ચેટર્જીએ વાગોળ્યો અજાણ્યો કિસ્સો
- Mysterious Death Of Alexei Navalny : આંખમાં ખૂંચતા જાસૂસ અને પત્રકારોને દૂર કરવાના ષડયંત્રના ફિલ્મી કિસ્સા