ગુજરાત

gujarat

ETV Bharat / international

રશિયાના કોન્સર્ટ હોલમાં મોટો આતંકવાદી હુમલો, 60ના મોત, 145 ઘાયલ, PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો - Blast In Concert Hall Of Moscow

રશિયાની રાજધાની મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ 60 લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. પીએમ મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

રશિયાના કોન્સર્ટ હોલમાં મોટો આતંકવાદી હુમલો,
રશિયાના કોન્સર્ટ હોલમાં મોટો આતંકવાદી હુમલો,

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 7:03 AM IST

Updated : Mar 23, 2024, 8:41 AM IST

મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કોમ્બેટ યુનિફોર્મ પહેરેલા 5 આતંકીઓ હોલમાં ઘૂસી ગયા અને ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ 60 લોકોના મોત થયા છે અને 145 લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, આ ઘટના રશિયાની રાજધાનીના પશ્ચિમી કિનારે સ્થિત ક્રોકસ સિટી હોલમાં બની હતી. ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ (ISIS)એ આ ગોળીબારની જવાબદારી લીધી છે.

પીએમ મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે અમે મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. ભારત દુખની આ ઘડીમાં સરકાર અને રશિયન ફેડરેશનના લોકો સાથે છે.

6 હજારથી વધુ લોકો હાજર હતા:આ દુર્ઘટના કોન્સર્ટ હોલમાં ત્યારે થઈ જ્યારે ત્યાં 'પિકનિક મ્યુઝિક' બેન્ડનો શો ચાલી રહ્યો હતો. આ હોલની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. જો અંદાજ લગાવવામાં આવે તો 6 હજારથી વધુ દર્શકો ત્યાં હાજર હતા. રશિયન મીડિયાના અહેવાલ મુજબ, આતંકવાદીઓએ પહેલા સુરક્ષા ગાર્ડને નિશાન બનાવ્યા, પછી હોલના દરવાજા બંધ કરી દીધા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. આગ પછી હોલને ઘણું નુકસાન થયું હતું.

રશિયન તપાસ એજન્સીએ આ ફાયરિંગની તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગની માહિતી મળતાની સાથે જ રશિયન આર્મીના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું. કોન્સર્ટ હોલમાં સેંકડો લોકો ફસાયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, 70 થી વધુ એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે. રશિયન સમાચાર અનુસાર હોલમાં બોમ્બ પણ ફેંકવામાં આવ્યા છે. હુમલાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મોસ્કોના ગવર્નરે માહિતી આપી કે ક્રોકસ સિટી હોલની નજીક 70 થી વધુ એમ્બ્યુલન્સ હાજર છે. તબીબો ઘાયલોની સારવારમાં વ્યસ્ત છે. મૃતકોના મૃતદેહને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. તે જ સમયે, પરિસ્થિતિને જોતા, મોસ્કોમાં આયોજિત સમારોહને હાલ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. યુએસ એમ્બેસીએ પહેલેથી જ એક એડવાઈઝરી જારી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે 'ઉગ્રવાદીઓ' મોસ્કોમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.

  1. Buddhas relics Pilgrimage : બુદ્ધના પવિત્ર અવશેષોની થાઈલેન્ડમાં પ્રદર્શન યાત્રા, લાખો શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાંજલિ અર્પી
  2. Putin President for the 5th time: રશિયામાં ફરી પુતિનનું એકહથ્થુ શાસન યથાવત, 88 ટકા મતોથી જીત્યા
Last Updated : Mar 23, 2024, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details