ગુજરાત

gujarat

ETV Bharat / international

Russian plane crash : યુક્રેની યુદ્ધકેદીઓને લઇ જતું વિમાન તોડી પડાયું, કુલ 68 લોકો માર્યાં ગયાં - રશિયા

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે આજે મોટી ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. યુક્રેનની સરહદ નજીકના રશિયન વિસ્તાર કોરોચામાં આજે સવારે એક વિમાન મિસાઇલથી તોડી પાડવામાં આવ્યું હતું. આ વિમાનમાં 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓ અને ત્રણ એસ્કોર્ટ્સ પણ હતાં જેઓ પણ પ્લેન ક્રેશ થતાં માર્યાં ગયાં છે.

Russian plane crash : યુક્રેની યુદ્ધકેદીઓને લઇ જતું વિમાન તોડી પડાયું, કુલ 68 લોકો માર્યાં ગયાં
Russian plane crash : યુક્રેની યુદ્ધકેદીઓને લઇ જતું વિમાન તોડી પડાયું, કુલ 68 લોકો માર્યાં ગયાં

By ANI

Published : Jan 24, 2024, 9:00 PM IST

રશિયા : 65 યુક્રેનિયન પ્રિઝનર્સ ઓફ વોર ( PoWs ) સહિત 74 લોકો સાથેનું રશિયન લશ્કરી પરિવહન વિમાન બુધવારે રશિયાના બેલગોરોડ ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે સમાચાર એજન્સી તાસ - TASS દ્વારા પ્રસિદ્ધ એક એહવાલમાં આ દુખદ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.

યુક્રેન સરહદ નજીક બની ઘટના : તાસના જણાવ્યાં મુજબ 24 જાન્યુઆરીની લગભગ સવારે 8 વાગ્યે GMT અને રશિયન સમાચાર એજન્સીએ પ્રદેશના ગવર્નરને ટાંકીને તેમની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે આ ઘટના યુક્રેન સાથેની દેશની સરહદ નજીક આવેલા કોરોચા જિલ્લામાં બની હતી. આ દુર્ઘટનામાં લશ્કરી વિમાન Ilyushin-76 પર સવાર તમામ લોકો માર્યા ગયાં હતાં. ,

65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓ હતાં : જેમાં વધુ માહિતી આપતાં જણાવાયું હતું કે 24 જાન્યુઆરીના રોજ મોસ્કોના સમય મુજબ સવારે 11 વાગ્યે (જીએમટીના 8 વાગ્યે) નિર્ધારિત ફ્લાઇટ દરમિયાન બેલ્ગોરોડ ક્ષેત્રમાં ઇલ્યુશિન-76 પરિવહન વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓ હતા જેમને પ્રિઝનર્સ એક્સચેન્જ હેઠળ બેલગોરોડ ખસેડવામાં આવી રહ્યાં હતાં.આ વિમાનમાં કેદી સાથે બોર્ડ પર ત્રણ એસ્કોર્ટ્સ પણ હતાં જેઓ પણ પ્લેન ક્રેશ થતાં માર્યાં ગયાં છે.

રશિયાના દાવાઓની તપાસ : દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે TASS દ્વારા ટાંકીને જણાવ્યું હતું કે "અધિકારીઓએ જણાવ્યું હતું કે મોસ્કોએ ઘટનાની તપાસ માટે તપાસ પેનલ મોકલી છે. તો સમાચાર સંસ્થા, સીએનએનએ અહેવાલ આપ્યો હતો કે યુક્રેન રશિયાના દાવાઓની તપાસ કરી રહ્યું છે કે ક્રેશ થયેલું વિમાન યુક્રેનિયન સૈનિકોને કેદીઓની અદલાબદલી માટે લઈ જતું હતું.

મિસાઇલો લઇ જતું હોવાનો દાવો : જોકે સત્તાવાર યુક્રેનિયન માહિતી સેવા, કિવ સૈન્યના સૂત્રોને ટાંકીને દાવો કરે છે કે સોવિયેત યુગનું લશ્કરી વિમાન રશિયન S-300 માટે મિસાઈલો લઈ જઇ રહ્યું હતું. એસ 300 એર ડિફેન્સ સિસ્ટમ છે.જોકે સીએનએનએ સ્પષ્ટતા કરી છે કે તેણે બંને પક્ષના દાવાને ચકાસ્યો નથી.

યુક્રેનિયન દળોએ તોડી પાડ્યું? : આ ઘટનાને લઇને વોશિંગ્ટન પોસ્ટે વરિષ્ઠ રશિયન અધિકારીઓને ટાંક્યા હતાં જેમણે પુરાવા આપ્યા વિના કહ્યું કે તે વિમાનને જર્મન અથવા યુએસ નિર્મિત મિસાઇલોનો ઉપયોગ કરીને યુક્રેનિયન દળો દ્વારા ઠાર કરવામાં આવ્યું છે. મીડિયા આઉટલેટ RT અનુસાર, રશિયન સાંસદ આન્દ્રે કાર્તાપોલોવે જણાવ્યું હતું કે યુક્રેનિયન PoWs - પ્રિઝનર્સ ઓફ વોર વહન કરતા બે વિમાનો હતાં. મોસ્કોએ તાકીદે બીજા વિમાન IL-76ને, જે પકડાયેલા 80 સૈનિકોને લઈને જઇ રહ્યું હતું તેને જોખમી ક્ષેત્રની બહાર વાળી લીધુંં હતું. તેમણે જણાવ્યું હતું કે કિવ ફ્લાઇટના રૂટ વિશે વાકેફ હોવા છતાં, યુ.એસ.-નિર્મિત પેટ્રિઓટ અથવા જર્મન નિર્મિત IRIS-T સિસ્ટમમાંથી છોડવામાં આવેલી ત્રણ વિમાન વિરોધી મિસાઇલો દ્વારા વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું.

  1. US Strikes 3 Sites In Iraq: અમેરિકાએ ઈરાકમાં ઈરાન સમર્થિત આતંકવાદી લક્ષ્યાંકો પર હુમલો કર્યો
  2. Ukraine: યુક્રેન કિવ અને લ્વીવથી હવાઈ ટ્રાફિક ફરી શરૂ કરવાનું વિચારી રહ્યું છે

ABOUT THE AUTHOR

...view details