ETV Bharat / international

મુંબઈ 26/11 હુમલાના ગુનેગારનું પાકિસ્તાનમાં મોત, જાણો કોણ હતો અબ્દુલ રહેમાન મક્કી... - TERRORIST ABDUL REHMAN MAKKI DIES

મુંબઈ 26/11 હુમલાના ગુનેગાર અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું શુક્રવારે લાહોરમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

અબ્દુલ રહેમાન મક્કી
અબ્દુલ રહેમાન મક્કી (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : 15 hours ago

પાકિસ્તાન : મુંબઈ 26/11 હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના સાળા અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું શુક્રવારે પાકિસ્તાનના લાહોરમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

અબ્દુલ રહેમાન મક્કીનું મોત : જમાત-ઉદ-દાવા (JuD) અનુસાર અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં હાઈ ડાયાબિટીસની સારવાર લઈ રહ્યા હતા. જમાત-ઉદ-દાવાના (JuD) એક અધિકારીએ જણાવ્યું કે, અબ્દુલ રહેમાન મક્કીને શુક્રવારે સવારે હાર્ટ એટેક આવ્યો અને તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને મોસ્ટ વોન્ટેડ : મુંબઈ 26/11 હુમલાના ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે ભારતમાં પણ મોસ્ટ વોન્ટેડ હતો. તે ટેરર ​​ફંડિંગનું કામ કરતો હતો. આતંકવાદ વિરોધી અદાલતે 2020માં આતંકવાદને ફંડિંગ માટે અબ્દુલ રહેમાન મક્કીને છ મહિનાની જેલની સજા ફટકારી હતી.

કોણ છે અબ્દુલ રહેમાન મક્કી ? પાકિસ્તાન મુત્તાહિદા મુસ્લિમ લીગે (PMML) એક નિવેદનમાં કહ્યું કે, અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાની વિચારધારાનો સમર્થક હતો. તેની તમામ સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વિદેશી સંબંધો વિભાગના વડા પણ રહી ચૂક્યા છે. જો યુએનની વેબસાઈટનું માનીએ તો તે લશ્કર અને જમાત-ઉદ-દાવામાં ચીફનું પદ સંભાળી ચૂક્યો છે. ભારતમાં લાલ કિલ્લા, રામપુર, બારામુલ્લા અને શ્રીનગર જેવા ઘણા મોટા હુમલામાં સામેલ હોવાનું કહેવાય છે.

  1. પાકિસ્તાને હાફિઝ સઇદ, મસૂદ અઝહર અને દાઉદ પર પ્રતિબંધ લગાવ્યા
  2. પાકિસ્તાને ફરી શરુ કર્યા હાફિઝ સઇદ, લશ્કર અને જમાતના બેન્ક ખાતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.