સાઓ પાઉલો: બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોત થયાના અહેવાલ છે. અકસ્માત કેવી રીતે થયો તે જાણી શકાયું નથી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અકસ્માતની પુષ્ટિ કરી છે.
સીએનએનએ બ્રાઝિલના સિવિલ ડિફેન્સને ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર પ્લેન પડવાને કારણે ઘણા ઘરોને પણ નુકસાન થયું છે. સીએનએન અનુસાર, ફ્લાઇટ રડાર 24 ના ડેટા દર્શાવે છે કે વોપાસ પ્લેન કાસ્કેવેલથી રવાના થયું હતું અને સાઓ પાઉલો જઈ રહ્યું હતું. થોડા સમય પછી, સ્થાનિક સમય મુજબ બપોરે 1:30 વાગ્યાની આસપાસ, તેનું સિગ્નલ અચાનક બંધ થઈ ગયું.
રિપોર્ટ અનુસાર, એરલાઈને એક નિવેદનમાં કહ્યું કે દુર્ઘટના સમયે ફ્લાઈટ નંબર 2283માં 58 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે અકસ્માત કેવી રીતે થયો અથવા પ્લેનમાં સવાર લોકોની વર્તમાન સ્થિતિ શું છે.' અલ જઝીરાના અહેવાલ મુજબ, બ્રાઝિલની એરલાઈન્સે પુષ્ટિ કરી છે કે 62 લોકોને લઈને જતું વિમાન સાઓ પાઉલો શહેરની નજીક વિન્હેડોમાં ક્રેશ થયું હતું.
અહેવાલ મુજબ, શુક્રવારે એક નિવેદનમાં, એરલાઈને જણાવ્યું હતું કે તેને બોર્ડમાં સવાર લોકો વિશે કોઈ માહિતી નથી, પરંતુ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું કે એવું લાગે છે કે તમામ મુસાફરો મૃત્યુ પામ્યા છે.
તેમણે આ અંગે વધુ માહિતી આપી ન હતી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, 'ખૂબ જ દુઃખદ સમાચાર. પીડિતોના પરિવારો અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અકસ્માતના વીડિયોમાં પ્લેન આકાશમાંથી જમીન પર પડતું દેખાઈ રહ્યું છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
- નેપાળમાં વધુ એક હેલિકોપ્ટર દૂર્ઘટના, 5 લોકોનાં મોત - helicopter crash in nepal