ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં 10 આતંકવાદીઓને કર્યા ઠાર - PAK SECURITY FORCES KILL TERRORISTS

ઈસ્લામાબાદ સ્થિત થિંક-ટેંક પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝના તાજેતરના સુરક્ષા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી હુમલામાં વધારો થયો છે.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર (GETTY IMAGE)

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2025, 12:54 PM IST

પેશાવર:પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશનમાં 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાની મીડિયા શાખાએ સોમવારે આ જાણકારી આપી. 'ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ' (ISPR) ના એક નિવેદન અનુસાર, આતંકવાદી ગતિવિધિઓ અંગે બાતમી મળ્યા બાદ રવિવારે રાત્રે અને સોમવારે સવારની વચ્ચે બાગ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પહેલા સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં 2 ઓપરેશન હાથ ધર્યા હતા. આ વિસ્તારમાં બાકી રહેલા જોખમોને દૂર કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં 2 અલગ-અલગ દરોડા પછી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં એક દિવસ પહેલા જ સુરક્ષાદળોએ 7 આતંકીઓને ઠાર કર્યા હતા.

ગયા અઠવાડિયે દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં એક ઓપરેશનમાં 30 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ 2022 માં સરકાર સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.

ઈસ્લામાબાદ સ્થિત થિંક-ટેંક પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝ, દ્વારા તાજેતરના સુરક્ષા અહેવાલમાં, આતંકવાદી હુમલાઓમાં વધારો દર્શાવે છે. જેમાં 2024માં 2014 ના સ્તરની સમકક્ષ સ્તર સાથે છે. જો કે, આતંકવાદીઓ હવે 2014ની જેમ વિસ્તારોને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી. પરંતુ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનના ભાગોમાં અસુરક્ષા એક મુખ્ય ચિંતા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2024માં 95 ટકા આતંકવાદી હુમલા આ 2 પ્રાંતોમાં કેન્દ્રિત હતા. સૌથી વધુ 295 હુમલા ખૈબર પખ્તુનખ્વામાં થયા છે. દરમિયાન બલૂચ વિદ્રોહી જૂથો, ખાસ કરીને બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા હુમલામાં 119 ટકાનો વધારો થયો છે, જેમાં બલૂચિસ્તાનમાં 171 ઘટનાઓ નોંધાઈ છે.

આ પણ વાંચો:

  1. ફ્રાંસમાં રશિયન દૂતાવાસ પાસે વિસ્ફોટ, આતંકવાદી હુમલાની આશંકા
  2. પંજાબના યુવકનું કોલંબિયામાં મોત, ડંકી માર્ગે જઈ રહ્યો હતો અમેરિકા, એજન્ટને આપ્યા હતા 43 લાખ રૂપિયા

ABOUT THE AUTHOR

...view details