ન્યૂયોર્ક : હાલમાં જ ચૂંટાયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે સજા ફટકારવામાં આવી. ટ્રમ્પને પોર્ન સ્ટારને તેના મોં બંધ રાખવા માટે હશ મની ચૂકવણી સંબંધિત કેસમાં શુક્રવારે ઔપચારિક રીતે સજા ફટકારવામાં આવી હતી. પરંતુ ન્યાયાધીશે તેના માટે કોઈ જેલની સજાની જાહેરાત કરી ન હતી અથવા કોઈ દંડ અથવા પ્રતિબંધ લાદ્યો ન હતો.
ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે સજા ફટકારી :ટ્રમ્પને પોર્ન સ્ટારને તેના મોં બંધ રાખવા માટે હશ મની ચૂકવણી સંબંધિત કેસમાં શુક્રવારે ઔપચારિક રીતે સજા ફટકારવામાં આવી હતી. પરંતુ ન્યાયાધીશે તેના માટે કોઈ જેલની સજાની જાહેરાત કરી ન હતી અથવા કોઈ દંડ અથવા પ્રતિબંધ લાદ્યો ન હતો.
ટ્રમ્પ સુનાવણી માટે વર્ચ્યુઅલી હાજર થયા (AFP) મેનહટન કોર્ટનો ઐતિહાસિક ચુકાદો :આ નિર્ણયને ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે, તેનાથી તેમના માટે રાષ્ટ્રપતિ તરીકે બીજી ટર્મ માટે વ્હાઇટ હાઉસ પરત ફરવાનો માર્ગ પણ સાફ થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળનાર પ્રથમ વ્યક્તિ હશે, જેને ફોજદારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને ઔપચારિક રીતે સજા થઈ હોય.
ડોનાલ્ડ ટ્રમ્પને જેલની સજા થઈ શકે :મેનહટન કોર્ટના જજ જુઆન એમ મર્ચન 'હશ મની' કેસમાં 78 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પને ચાર વર્ષની જેલની સજા કરી શકતા હતા. જોકે, તેમણે એવો નિર્ણય પસંદ કર્યો જેણે કેસનો અસરકારક રીતે નિકાલ કર્યો અને ઘણા બંધારણીય મુદ્દાઓને ઉદ્ભવતા અટકાવ્યા.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના એડવોકેટ ટોડ બ્લેન્ચ (AFP) શું છે 'હશ મની' કેસ ?આ મામલો 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાનનો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાના એક સહયોગીના માધ્યમથી પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને US $ 1,30,000 ચૂકવવા સાથે સંબંધિત છે, જેથી પોર્ન સ્ટાર તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની હકીકત જાહેર ન કરે.
સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની અરજી ફગાવી : પોર્ન સ્ટારને મોં બંધ રાખવા માટે પૈસા ચૂકવવા સંબંધિત કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં સજા પર રોક લગાવવાની વિનંતી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની અરજીને ફગાવી દીધી હતી, જેના કારણે જસ્ટિસ મર્ચન માટે શુક્રવારે તેમની સજાની જાહેરાત કરવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. જોકે, જસ્ટિસ મર્ચને સંકેત આપ્યો હતો કે તેઓ ટ્રમ્પને જેલની સજા નહીં કરે કે તેમના પર કોઈ દંડ કે પ્રતિબંધ લાદશે નહીં.
- Donald Trump : ટ્રમ્પે રચ્યો ઈતિહાસ, શરણાગતિ સ્વીકારી
- Donald Trump: પોર્ન સ્ટાર કેસમાં ટ્રમ્પ સામે થશે કાર્યવાહી