ઈસ્લામાબાદ: ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં દરેક વસ્તુની કિંમતો આસમાને પહોંચી રહી છે. જેના કારણે ત્યાંના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં લોટ અને દાળના ઉંચા ભાવને કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. આ સાથે તેલ, ખાંડ, દૂધ અને શાકભાજીના ભાવ પણ આસમાનને આંબી રહ્યા છે. ગેસ સિલિન્ડર પણ આનાથી અછૂત નથી. સ્થિતિ એવી છે કે પાકિસ્તાનમાં 12 કિલોનો ગેસ સિલિન્ડર 3530 પાકિસ્તાની રૂપિયામાં મળે છે.
The Price Index.PK ના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ 2024માં પાકિસ્તાનમાં એક કિલો LPG ગેસની કિંમત 300 રૂપિયા છે. જ્યારે 12 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 3530 પાકિસ્તાની રૂપિયા છે.