ગુજરાત

gujarat

ETV Bharat / international

વિદેશમંત્રી એસ. જયશંકર શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યા, ભારત-શ્રીલંકા સંબંધો પર ચર્ચા કરી - S jaishankar Sri Lanka visit - S JAISHANKAR SRI LANKA VISIT

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર શ્રીલંકાના પ્રવાસે છે. તેઓ નવા ચૂંટાયેલા પ્રમુખ અનુરા કુમારા દિસનાયકેને મળ્યા હતા. જેમાં બંને વચ્ચે ભારત-શ્રીલંકા સંબંધો પર ચર્ચા થઈ હતી.

એસ. જયશંકર શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યા
એસ. જયશંકર શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યા (IANS)

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2024, 9:16 AM IST

શ્રીલંકા : વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારના રોજ કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિ અને 'સાગર' (પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વિકાસ) વિઝનમાં ટાપુ રાષ્ટ્રના વિશેષ સ્થાનની પુનઃ પુષ્ટિ કરી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત :23 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના ગઠબંધનની જીત બાદ અનુરા કુમારા દિસાનાયકેએ શ્રીલંકાના નવમા કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ પછી વિદેશ મંત્રી એસ. જયશંકરની પાડોશી દેશ શ્રીલંકાની પ્રથમ મુલાકાત છે.

ભારત-શ્રીલંકા સંબંધો પર ચર્ચા : એસ. જયશંકરે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે, "આજે કોલંબોમાં રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકેને મળીને સન્માનિત અનુભવ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી. હું ભારત-શ્રીલંકા સંબંધો માટે તેમની ઉષ્માપૂર્ણ લાગણીઓ અને માર્ગદર્શનની કદર કરું છું. બંને દેશો અને ક્ષેત્રના લોકોના લાભ માટે ચાલી રહેલા સહકારને વધુ ગાઢ બનાવવા અને ભારત-શ્રીલંકા સંબંધોને વધુ મજબૂત બનાવવાના માર્ગોની ચર્ચા કરી."

રાષ્ટ્રીય એકતામાં સહકારના મહત્વ પર ચર્ચા : રાષ્ટ્રપતિ દિસનાયકેએ ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે, "શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે આવેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી. આ ચર્ચા પર્યટન, ઉર્જા અને રોકાણમાં સહકાર વધારવા પર કેન્દ્રિત હતી. ડો. જયશંકરે શ્રીલંકાના આર્થિક સુધાર માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી. મત્સ્યોદ્યોગ, સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા પર સતત સહકારના મહત્વ પર પણ ચર્ચા કરવામાં આવી હતી."

ભારતીય માછીમારોને મુક્ત કર્યા :દિસનાયકે સાથે એસ. જયશંકરની મુલાકાત પહેલા જાહેરાત કરવામાં આવી કે, 50 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. ગયા મહિને ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (IMBL) પાર કરવા બદલ શ્રીલંકન નૌકાદળ દ્વારા આ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશને જાહેરાત કરી કે, "ઘર વાપસી ! મયિલાદુથુરાઈ, પુદુકોટ્ટઈ અને નાગાપટ્ટિનમના 50 ભારતીય માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. તેઓને આ સપ્તાહના અંતમાં શ્રીલંકાથી તમિલનાડુ પરત મોકલવામાં આવશે,"

સૌથી નજીકના દરિયાઈ પાડોશી અને મિત્ર- શ્રીલંકા :

સૌથી નજીકના દરિયાઈ પાડોશી અને મિત્ર તરીકે ભારત શ્રીલંકાને તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ દિસનાયકેને અભિનંદન આપનારા પ્રથમ વિદેશી નેતાઓમાં સામેલ હતા.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે, "શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બદલ અનુરા દિસાનાયકેને અભિનંદન. ભારતની 'નેબરહુડ ફર્સ્ટ પોલિસી' અને વિઝન 'SAGAR' માં શ્રીલંકાનું વિશેષ સ્થાન છે. હું અમારા લોકોના હિત માટે અમારા બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા આતુર છું અને હું તમારી સાથે મળીને કામ કરવા આતુર છું."

વડાપ્રધાન મોદીનો આભાર માનતા ડીસાનાયકેએ પોસ્ટ કર્યું, "PM મોદી, તમારા સમર્થન માટે આભાર. હું આપણા દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે તમારી પ્રતિબદ્ધતાને શેર કરું છું. સાથે મળીને આપણે લોકો અને સમગ્ર વિસ્તારના હિત અને સહકાર વધારવા માટે કામ કરી શકીએ છીએ."

  1. માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જૂ PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત
  2. વિદેશમંત્રી જયશંકર જશે પાકિસ્તાન, SCO સમિટમાં લેશે ભાગ

ABOUT THE AUTHOR

...view details