હૈદરાબાદ: ચીનમાં ફરી એકવાર એક રહસ્યમય રોગ સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર અફવાઓને વેગ આપ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમાચાર વાયરલ થયા છે કે, ચાઇનીઝ હોસ્પિટલો ભીડથી ભરેલી છે, કબ્રસ્તાનમાં ભીડ છે, અને ઈન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) જેવા ઘણા વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે. કેટલાકે તેને નવી મહામારીની નિશાની ગણાવી છે.
ચીનમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શ્વસન સંબંધી રોગોની ઘટનાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. નાના બાળકો (જેમની રોગપ્રતિકારક શક્તિ હજી સંપૂર્ણ રીતે વિકસિત નથી) અને વૃદ્ધો (જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે) તેઓ આનાથી વધુ અસરગ્રસ્ત છે. આ વાયરસના લક્ષણો શરદી અને ફલૂ જેવા જ છે, તાવ, ઉધરસ, ગળતું નાક અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ. ગંભીર કિસ્સાઓમાં આ વાયરસ ન્યુમોનિયા જેવી બીમારી તરફ દોરી શકે છે. જો કે, ચીનની સરકાર કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સત્તાવાર ચેતવણી જાહેર કરી નથી. નિષ્ણાતોના મતે, આ રોગ માત્ર મોસમી ચેપ છે અને નવો રોગચાળો નથી. તેમ છતાં, ચાલો આજે આ રોગ વિશે વધુ જાણીએ...
HMPV વાયરસ શું છે?
HMPV અથવા માનવ મેટાપ્યુમોવાયરસ એ શ્વસન સંબંધી વાયરસ છે જે સામાન્ય રીતે ઉધરસ, તાવ, ગળતું નાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનું કારણ બને છે.
આવાયરસના કારણે કોણ છેસૌથી વધુ જોખમમાં:
આ વાયરસ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને અસર કરે છે. ચીનના સરકારી પ્રસારણકર્તા સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે, આ રોગ ડિસેમ્બરના અંતમાં 14 વર્ષથી ઓછી વયના બાળકોમાં દેખાયો હતો. વાયરસ શ્વસન માર્ગ દ્વારા ફેલાય છે અને હાથ મિલાવવા અથવા દૂષિત વસ્તુઓને સ્પર્શવા જેવા સીધા સંપર્ક દ્વારા પણ ફેલાય છે.
આ વાયરસ કેવી રીતે ફેલાય છે?