હૈદરાબાદ:રાજ્યમાં વરસાદની ઋતુ સમાપ્ત થઈ ગઈ છે અને શિયાળાની સિઝન શરૂ થઈ છે. મોટાભાગના લોકો શરદી, ઉધરસ અને તાવથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને, બાળકો અને પુખ્ત વયના લોકો છાતીમાં શરદીથી પીડાઈ રહ્યા છે. આ કિસ્સામાં, છાતીમાં જમેલો કફ દૂર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓ સાથે સરળતાથી બનાવી શકાય તેવા કપૂરનો ઉકાળો એટકલે કે કપૂર વલ્લી કશ્યમ જે તામિલનાડુમાં ઠંડી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ કપૂર વલ્લી કશ્યમ કેવી રીતે બનાવશો? કેવી રીતે તેનું સેવન કરવું? ચાલો જાણીએ.
ઉકાળો બાબાવવા માટેની જરૂરી સામગ્રી:
આ ઉકાળમાં સૌથી મહત્વનું ઘટક એ કપૂરના પણ છે. આ પણ દ્વારા જ આ ઉકાળો બની શકે છે.
- કપૂરના પાન - 4 નંગ
- લસણ - 1 નંગ
- લવિંગ - 2 નંગ
- એલચી - 1 નંગ
- મરી - 10 નંગ
- જીરું - 1/2 ચમચી
- આદુ - નાનો ટુકડો
- મધ - 1/4 ચમચી
- પાણી - જરૂરીયાત અનુસાર
કપૂર વલ્લી કશ્યમ રેસીપી:
- એક મિક્સર જારમાં, પાણી ઉમેર્યા વિના બધી સામગ્રીને એકસાથે પીસી લો. ત્યારબાદ અડધો ગ્લાસ પાણી નાખી અને વધુ એક વાર પીસી લો.
- હવે ગેસ પર એક વાસણ મૂકો અને તેમાં ગ્રાઈન્ડ કરેલ મિશ્રણ ઉમેરો. તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી ઉકાળો. જ્યારે મિશ્રણ ઉકળવા લાગે ત્યારે તેમાં હળદર નાખીને 3 મિનિટ સુધી મિક્સ કરો અને પછી ગેસ બંધ કરી દો.
- હવે વાસણને ઢાંકીને 5 મિનિટ માટે છોડી દો, ત્યારબાદ તેને ગાળી લો અને કપૂર વલ્લી કશ્યમ ઉકાળો તૈયાર છે.
કપૂર વલ્લી કશ્યમ ઉકાળો કેવી રીતે પીવું:
- રાત્રિભોજનના એક કલાક પછી અડધો ગ્લાસ ઉકાળો મધમાં ભેળવીને પીવો. ઉકાળો પીધા પછી કંઈપણ ખાવું નહી.
- ઉકાળો મસાલેદાર હોવાથી બાળકોને આપતી વખતે ઉકાળામાં 1 ચમચી પાણી મિક્સ કરશો તે વધારે સારું રહેશે.
- પુખ્ત વયના લોકોને અડધા ગ્લાસથી વધુ ઉકાળો ન પીવાની પીવાની સલાહ આપવામાં આવે છે.
- શરદી અને ઉધરસને મટાડે છે કપૂરના પાનઃ કપૂરના પાન એક સુગંધિત ઔષધિ છે, જે શરદી, ઉધરસ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. તે ખાસ કરીને બાળકોને છાતીમાં થતાં શરદી માટે ખૂબ સારું છે. જો તમે કપૂરના પાનનો ઉકાળો બનાવીને મહિનામાં એકવાર પીશો તો તમને શરદી-ખાંસી નહીં થાય.
(નોંધ: અહીં આપેલી તમામ આરોગ્ય સંબંધિત માહિતી અને ટીપ્સ માત્ર તમારી સમજણ માટે છે. અમે આ માહિતી વૈજ્ઞાનિક સંશોધન, અભ્યાસ, તબીબી અને આરોગ્ય નિષ્ણાતોની ભલામણોના આધારે આપી રહ્યા છીએ. જો કે, આને અનુસરતા પહેલા તમારા અંગત ચિકિત્સકની સલાહ લેવી હંમેશા શ્રેષ્ઠ છે.)
આ પણ વાંચો:
- શું શરાબનું સેવન હૃદય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક ? શું કહે છે ડોકટરો ?
- કોકો તણાવમાંથી આપી શકે છે રાહત, સંશોધનમાં થયો ખુલાસો