હૈદરાબાદ: ઉત્તરાયણના રોજ વિજય દેવરાકોંડાની ફિલ્મ ફેમિલી સ્ટાર રિલીઝ થવાની હતી. જો કે આ ફિલ્મની ટક્કર મહેશ બાબુની ગુંટુર કરમ, નાગાર્જુનની ના સામી રંગા, વેંકટેશની સાંઈધવ અને તેજા સજ્જાની હનુમાન જેવી ફિલ્મો સાથે ટાળવા માટે ઉત્તરાયણે રિલીઝ કરવામાં આવી નહતી. આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. હવે આ ફિલ્મ ફેમિલી સ્ટારને 5મી એપ્રિલે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મના બેનર શ્રી વેંકટેશ્વર ક્રિયેશન્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે.
ઈન્સ્ટા પર જાહેરાતઃ ફેમિલી સ્ટાર ફિલ્મના બેનર શ્રી વેંકટેશ્વર ક્રિયેશન્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, એક બ્લોકબસ્ટર એન્ટરટેઈનમેન્ટ બોનાન્ઝા 5મી એપ્રિલ 2024ના રોજ તમારા હૃદયમાં ફિલ્મનું સ્વાગત કરજો. આ પોસ્ટમાં વિજયને એક ગ્રીન સ્ટ્રાઈપ્ડ ટી શર્ટ, બ્લુ લુંગી અને ખભા પર કોથળા સાથે પોટ્રેટ કરવામાં આવ્યો છે. વિજયના મોઢામાં આધારકાર્ડ પર જોવા મળી રહ્યું છે. ગત વર્ષે આ ફિલ્મ વિષયક એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો.
કાસ્ટ એન્ડ ક્રુઃ તેલુગુ ફિલ્મ ફેમિલી સ્ટારમાં વિજય દેવરાકોંડા ઉપરાંત મૃણાલ ઠાકુર પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મને પરશુરામ પેટલા દ્વારા દિગદર્શીત કરવામાં આવી છે. આ ફિલ્મને સંગીત આપ્યું છે ગોપી સંદરે. આ ત્રિપૂટી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે હિટ ફિલ્મોની ફોર્મ્યૂલા ગણાય છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી કે.યુ. મોહનન, એડિટિંગ માર્થાન્ડ કે વેંકટેશ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ શ્રી વેંકટેશ્વર ક્રિએશન બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જેમાં વાસુ વર્મા ક્રીયેટિવ પ્રોડ્યૂસર તરીકે જોડાયા છે.
વિજય દેવરાકોંડાનું પાત્રઃ ફેમિલી સ્ટાર ફિલ્મમાં વિજયે એક ફેમિલીમેનનો રોલ કર્યો છે. જે પોતાનું રોજિંદુ જીવન જીવી રહ્યો છે. આ ફિલ્મમાં અજય ઘોષ વિજયના હરિફની ભૂમિકા ભજવે છે. જે વિજયની સતામણીમાં કોઈ કસર રાખતો નથી. જો કે વિજયનું પાત્ર એક પાવરફુલ કોમ્પિટિશન પૂરી પાડે છે. આ ફિલ્મ મનોરંજનનો એક બુસ્ટર ડોઝ સાબિત થશે તેવું તેના મેકર્સ જણાવી રહ્યા છે.
- Fighter Box Office Collection : બોક્સઓફિસ પર ફાઈટ ન આપી શક્યું 'ફાઈટર', જાણો હૃતિક-દિપિકાની ફિલ્મનું કલેક્શન
- HBD Preity Zinta : હેપી બર્થ ડે પ્રીતિ, આઈપીએલથી કરોડોની કમાણી કરતી અભિનેત્રી, કરી રહી છે ફિલ્મોમાં કમબેક