અમદાવાદ:ધર્મા પ્રોડક્શન્સ અને લીઓ મીડિયા કલેક્ટિવના સહયોગથી એમેઝોન પ્રાઇમ દ્વારા પ્રસ્તુત કોમેડી-ડ્રામા 'બેડ ન્યૂઝ'ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકો અને પ્રેક્ષકોમાં તેની આસપાસની ઉત્તેજના વધી રહી છે. વિકી કૌશલ અને એમી વિર્ક ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદ પહોંચ્યા હતા અને ફિલ્મ અંગે દિલ ખોલીને વાતચીત કરી હતી અને લોકોનું અભિવાદન મેળવ્યું હતું. આ ઉપરાંત બંને કલાકારોએ ગુજરાતી ફૂડનો આનંદ માણ્યો હતો.
આ ફિલ્મ વિશે વિકીએ શું કહ્યું:બંને કલાકારોએ ફિલ્મના પ્રમોશન માટે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી, જ્યાં તેઓએ પત્રકારો સાથે ફિલ્મ, તેમના પાત્રો અને તેની સાથેના તેમના અનુભવો વિશે વાત કરી હતી. વિકી કૌશલે કહ્યું કે, 'બેડ ન્યૂઝ' તેણે અત્યાર સુધી કરેલી તમામ ફિલ્મોથી તદ્દન અલગ છે, કારણ કે આમાં મને કોમેડી કરવાનો મોકો મળ્યો. જો કે કોમેડી કરવી એટલું સરળ નથી, પરંતુ મેં તેને સ્વીકારી લીધું છે અને મારી જાતને થોડો બદલવાનો પ્રયાસ કર્યો છે. તેના શૂટિંગ દરમિયાન મને ઘણું શીખવા મળ્યું.
આ ફિલ્મ વિશેએમી વિર્કે શું કહ્યું:તે જ સમયે, પંજાબી અભિનેતા એમી વિર્કે કહ્યું કે, આ ફિલ્મ લોકોને માત્ર હસાવશે જ નહીં પરંતુ હસીને લોટપોટ કરવા પર મજબૂર કરી દેશે.. એમી વિર્કે કહ્યું કે ફિલ્મની વાર્તા જ તેને લોકપ્રિયતા આપે છે. આ ફિલ્મ માટે આખી ટીમે ઘણી મહેનત કરી છે. મને આશા છે કે નવા કોન્સેપ્ટ પર બનેલી આ ફિલ્મ દર્શકોને ચોક્કસ ગમશે.