ETV Bharat / state

જસપ્રીત બુમરાહની સિદ્ધિ માટે તેના પ્રથમ કોચ શું કહે છે ? જાણો - JASPRIT BUMRAH COACH

જસપ્રીત બુમરાહના ક્રિકેટ જીવનના પ્રથમ કોચ કિશોર ત્રિવેદીએ ઈટીવી ભારત સાથે તેના આરંભ અને આજની સિદ્ધિ અંગે વિશેષ સંવાદ કર્યો છે.

જસપ્રીત બુમરાહના બાળપણના કોચ કિશોર ત્રિવેદી સાથે ખાસ વાતચીત
જસપ્રીત બુમરાહના બાળપણના કોચ કિશોર ત્રિવેદી સાથે ખાસ વાતચીત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 4, 2025, 9:04 PM IST

Updated : Jan 5, 2025, 7:18 AM IST

અમદવાદ: જસપ્રીત બુમરાહ હાલ વિશ્વનો સૌથી ઘાતક ફાસ્ટ બોલર છે. અમદાવાદથી પોતાની કારકિર્દીનો આરંભ કરનાર જસપ્રીત બુમરાહે 45 ટેસ્ટમાં 203 વિકેટ ઝડપીને પોતાના નામે ઈતિહાસ સર્જ્યો છે.

જસપ્રીત બુમરાહના ક્રિકેટ જીવનના પ્રથમ કોચ કિશોર ત્રિવેદીએ ઈટીવી ભારત સાથે તેના આરંભ અને આજની સિદ્ધિ અંગે વિશેષ સંવાદ કર્યો છે. જાણીએ શું છે, જસપ્રિત બુમરાહના ક્રિકેટ જીવનના આરંભની વાત.

બુમરાહના આરંભિક ક્રિકેટ કોચ કિશોર ત્રિવેદીએ જણાવી બુમરાહ વિશેની રોચક વાતો (Etv Bharat Gujarat)

જસપ્રીત બુમરાહની એકશન જ એની તાકાત છે, કિશોર ત્રિવેદી, જસપ્રીત બુમરાહના ચાઈલ્ડહુડ કોચ

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હાલ વિશ્વના સૌથી ઘાતક અને સફળ ઝડપી બોલર બન્યા છે. જસપ્રીત બુમરાહે સૌથી ઓછી ટેસ્ટ મેચ રમી ઝડપથી 200 વિકેટ ઝડપનાર ભારતના સૌથી પ્રથમ બોલર બન્યા છે.

બાળકોને બોલિંગનું પ્રશિક્ષણ આપતા કોચ કિશોરભાઈ ત્રિવેદી
બાળકોને બોલિંગનું પ્રશિક્ષણ આપતા કોચ કિશોરભાઈ ત્રિવેદી (Etv Bharat Gujarat)

જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર રમાતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન આ સિદ્ધિ મેળવી છે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ કેપ્ટન હતા અને એ ટેસ્ટ મેચ ભારતે જીતી કિર્તીમાન સ્થાપ્યો છે. નજીવા રનઅપ સાથે ઘાતક બોલીંગ કરતા જસપ્રીત બુમરાહની બોલિંગ એકશન પહેલાથી જ એની તાકાત હતી એમ બુમરાહના ક્રિકેટ જીવનના પ્રથમ બોલિંગ કોચ કિશોર ત્રિવેદીએ ETV BHARAT સાથેના વિશેષ સંવાદમાં કહ્યું છે.

હાલ ક્રિકેટ રસિકો બુમરાહ બનવા માંગે છે

જસપ્રીત બુમરાહના આરંભિક ક્રિકેટ કોચ કિશોર ત્રિવેદી હાલ બાળકોને કોચિંગ આપે છે. તેમની પાસે આવનાર બાળ ક્રિકેટરનો આદર્શ જસપ્રીત બુમરાહ છે અને સૌને હવે બુમ હુમ બુમરાહ બનવું છે. પોતાની ઘાતક બોલિંગમાં જસપ્રીત બુમરાહ હવે વિવિધ વેરિએશન ઉમેર્યા છે.

બુમરાહના આરંભિક ક્રિકેટ કોચ કિશોર ત્રિવેદીએ જણાવી રોચક વાતો
બુમરાહના આરંભિક ક્રિકેટ કોચ કિશોર ત્રિવેદીએ જણાવી રોચક વાતો (Etv Bharat Gujarat)

આરંભિક ક્રિકેટના સમય બાદ અને ટેસ્ટ, વન-ડે અને T-20 એમ ત્રણેય ફોર્મેટમાં જસપ્રીત બુમરાહે આઉટ સ્વીંગર, કટર, સ્લોઅર ડિલીવરી, ગૂડલેન્થ બાઉન્સ અને ઘાતક યોર્કરનો પોતાના બોલિંગ એટેકમાં સમાવેશ કર્યો છે.

જસપ્રીત બુમરાહને ક્રિકેટની સાથે અભ્યાસ કરવાની પણ આપી હતી સલાહ

બુમરાહના આરંભિક ક્રિકેટ કોચ કિશોર ત્રિવેદી પાસે જ્યારે તેના માતા દલજીત કૌર જ્યારે ક્રિકેટ કોચ કિશોર ત્રિવેદી પાસે લાવ્યા હતા, ત્યારે શિક્ષક માતાએ તેના અભ્યાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કિશોર ત્રિવેદીએ ત્યારે જસપ્રીત બુમરાહને ક્રિકેટની સાથે અભ્યાસ પર ધ્યાન આપવા માટે સલાહ પણ આપી હતી.

જસપ્રીત બુમરાહના બાળપણના કોચ કિશોર ત્રિવેદી
જસપ્રીત બુમરાહના બાળપણના કોચ કિશોર ત્રિવેદી (Etv Bharat Gujarat)

મૂળે ઓફ સ્પિનર અને રણજી ટ્રોફી રમી ચૂકેલા કિશોર ત્રિવેદીએ જસપ્રીત બુમરાહમાં પહેલાથી જ એક સજ્જ ક્રિકેટર બની શકે એવી પ્રતિભા જોઈ હતી. નવાઇની વાત તો એ છે કે આજનો વિશ્વનો સૌથી ઘાતક અને સફળ ફાસ્ટ બોલર તરીકે નામના પામનાર જસપ્રીત બુમરાહ ઓફ સ્પિનરના માર્ગદર્શન હેઠળ ઘડાયો છે.

  1. વાહ બુમરાહ…! સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે તોડ્યો 47 વર્ષ જૂનો રેકોર્ડ, બન્યો ભારતનો સૌથી સફળ બોલર
  2. આ શું થયું! ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ - ધનશ્રી વર્માના છૂટાછેડા થશે? એક મોટું અપડેટ આવ્યું સામે

Last Updated : Jan 5, 2025, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.