ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું ટ્રેલર લોન્ચ, જુઓ આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મના ટ્રેલરમાં અમિતાભ બચ્ચન... - FAKT PURUSHO MAATE - FAKT PURUSHO MAATE

અમિતાભ બચ્ચન ફરી એક વાર મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' માં જોવા મળશે, જે 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. અમદાવાદ ખાતે ગત સોમવારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં આ ફિલ્મના દિગ્દર્શક, પ્રોડ્યુસર અને અભિનેતાએ હાજરી આપી હતી. વાંચો આ ફિલ્મની મનોરંજક સ્ટોરી વિષે... The trailer of Gujarati film has been launched

મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું ટ્રેલર લોન્ચ
મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું ટ્રેલર લોન્ચ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 11:09 AM IST

મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું ટ્રેલર લોન્ચ (Etv Bharat Gujarat)

અમદાવાદ: શહેરમાં 29 જુલાઇ ના રોજ સૌને ગમે તેવી ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેઈટેડ ફિલ્મનું આ ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે.

મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું ટ્રેલર લોન્ચ (Etv Bharat Gujarat)

ટ્રેલર લોન્ચ: વર્ષ 2022માં, જ્યારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્મ 'ફક્ત મહિલા માટે' પ્રેક્ષકોના ખુબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઇ હતી, ત્યારે ફિલ્મની સિક્વલ અનિવાર્ય લાગી અને હવે બ્લોકબસ્ટર હિટની સિક્વલ 'ફક્ત પુરૂષો માટે' આ વર્ષે 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

યશ સોની, મિત્ર ગઢવી અને એશા કંસારા (Etv Bharat Gujarat)
મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું પોસ્ટર (Etv Bharat Gujarat)

અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમિયો: 29 જુલાઈના રોજ, જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે જ સોશિયલ મીડિયા પર તે છવાઈ ગયું. પોતાના પૌત્રના લગ્નને રોકવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતા વિશેની અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં, ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમિયોની ઝલક પણ મળે છે.

યશ સોની, મિત્ર ગઢવી અને એશા કંસારા (Etv Bharat Gujarat)

ત્રીજુ ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન: આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારોને લઈને ચાહકોના મનમાં ઉત્સાહ છવાઈ ગયો છે. જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત, આ 'કોમેડી ઓફ એરર્સ' આનંદ પંડિત અને વૈશાલ શાહનું ત્રીજુ ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે. તેમની અગાઉની ફિલ્મ ‘ત્રણ એક્કા’ (2023) પણ ધમાકેદાર હિટ રહી હતી.

મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું ટ્રેલર લોન્ચ (Etv Bharat Gujarat)

આનંદ પંડિત જણાવે છે," 'ફક્ત મહિલાઓ માટે 'ની જેમ, તેની સિક્વલ પણ રિલેવન્ટ મુદ્દાઓને હળવાશથી સંબોધિત કરે છે. જેન્ડર ઇક્વાલિટી( લિંગ સમાનતા) અને સામાજિક પ્રતિબંધોથી મુક્ત થઈને પ્રેમ કરવાના અધિકારને સમર્થન આપવા માટે પેઢીગત પિતૃસત્તાને અપનાવે છે. પ્રશંસકોએ જે રીતે ટ્રેલરને પ્રતિસાદ આપ્યો છે તેનાથી અમે ખુશ છીએ. આ ફ્રેન્ચાઇઝીમાં તેઓ જે સ્તરે ઇમોશનલી જોડાયા છે તે જોવું ખૂબ જ આનંદદાયક છે અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે ફિલ્મ 23 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે તેમની અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું."

મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' નું ટ્રેલર લોન્ચ (Etv Bharat Gujarat)

વૈશાલ શાહે ટ્રેલરન લોન્ચ થયા બાદ જણાવ્યું કે, "કોમેડી સાથે મહિલાઓની લાગણીઓ પર આધારિત 'ફક્ત મહિલાઓ માટે'ની સિક્વલનું અનુસરણ કરવું ખૂબ જ આનંદની વાત છે, પરંતુ આ ફિલ્મનું મૂળના સાક્ષી પારિવારિક મનોરંજન છે. અમે ઇચ્છીએ છીએ કે, દર્શકો આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી મનોરંજક કૌટુંબિક એન્ટરટેઈનરના સાક્ષી બને. એક મેસેજ સાથે આ ફિલ્મ થિયેટરોમાં દરેક પરિવાર એક સાથે માણી શકશે."

  1. એ હાલો રે હાલો... ગુજરાતી બે નવા શો તમારા માટે ‘અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઈનમેન્ટ’ લાવી રહ્યું છે - Colors Gujarati two new shows
  2. દિલ્હી હાઈકોર્ટે નેટફ્લિક્સની વેબ સિરીઝ 'ત્રિભુવન મિશ્રા સીએ ટોપર'ના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો - Tribhuvan Mishra CA Topper

ABOUT THE AUTHOR

...view details