ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

અફઘાનિસ્તાનની જીત પર બોલિવૂડ પણ ખુશ, સ્ટાર્સે આપી પ્રતિક્રીયા - T20 WORLD CUP 2024 - T20 WORLD CUP 2024

આજે 25મીએ અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ સામે શાનદાર જીત હાંસલ કરી હતી. આ જીતથી માત્ર અફઘાન જ નહીં પરંતુ ભારતીય સેલેબ્સ પણ ખુશ છે.

Etv BharatT20 WORLD CUP 2024
Etv BharatT20 WORLD CUP 2024 (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 3:02 PM IST

મુંબઈ: અફઘાનિસ્તાને સેન્ટ વિન્સેન્ટમાં મંગળવારે તેની અંતિમ સુપર આઠ મેચમાં બાંગ્લાદેશ પર 8 રને જીત (DLS) સાથે 2024 ICC T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. અફઘાનિસ્તાન ગ્રુપ 1માંથી ક્વોલિફાયર તરીકે ભારત સાથે જોડાયું છે. તે જ સમયે, બાંગ્લાદેશની હાર બાદ ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. અફઘાનિસ્તાનની જીત અને ઓસ્ટ્રેલિયા બહાર થવાથી માત્ર અફઘાન જ નહીં પરંતુ ભારતીય સેલેબ્સ પણ ખુશ છે.

બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનની શાનદાર જીત પર બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયા સામે આવી છે. સેલેબ્સે વિજેતા ટીમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. સોનુ સૂદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અફઘાનિસ્તાન ટીમના ઓલરાઉન્ડર રાશિદ ખાનની તસવીર પોસ્ટ કરી છે અને ક્રિકેટરની પ્રશંસા કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે, બધાઈ હો મેરે ભાઈ રાશિદ. વેલ ડન ભાઈ

આયુષ્માન ખુરાના:બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાએ X પર એક પોસ્ટ કરી છે, જેમાં તેણે અફઘાનિસ્તાન ટીમના વખાણ કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'ઓસ્ટ્રેલિયા કી ઐસી કી તૈસી હો ગઈ હૈ ઈસ વલ્ડ કપ મૈ. અફઘાનિસ્તાન સારું રમ્યું.

સુનીલ શેટ્ટી: બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ પણ અફઘાનિસ્તાન ટીમના વખાણ કર્યા છે. ટીમના પ્રદર્શનના વખાણ કરતા તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'ઓહ, અફઘાનિસ્તાન માટે શું જીત છે. એક શાનદાર ટીમ અને દેશ માટે ખૂબ જ યોગ્ય જીત. કાબુલ આજે ઉજવણી કરી રહ્યું છે અને વિશ્વ પણ.

  1. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીતથી ખુશ થયો વરુણ ધવન, કહ્યું- 'બદલાપુરા' - INDIA BEATS AUSTRALIA

ABOUT THE AUTHOR

...view details