મુંબઈ: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવી IPL 2024 નું ટાઈટલ જીત્યા પછી બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન સાતમા આસમાન પર છે. ચેન્નાઈમાં આયોજિત આ મેચમાં KKRની જીત બાદ શાહરૂખ ખાને પોતાની ચેમ્પિયન ટીમ સાથે મેદાન પર ખૂબ જ ઉજવણી કરી હતી. હવે તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર KKRની જીતની ઉજવણીની તસવીર પોસ્ટ કરી અને હૃદય સ્પર્શી પોસ્ટ લખી છે. તેણે ટીમના કોચ ગૌતમ ગંભીર વિશે પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
KKRની જીત પર 'My Team..My Champion' શાહરૂખની હૃદય સ્પર્શી પોસ્ટ, ગૌતમ ગંભીર માટે કહી મોટી વાત - SRK POST ON KKR WIN - SRK POST ON KKR WIN
IPL 2024 ની જીત પછી, શાહરુખ ખાને તેની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ટ્વિટર પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી.
Published : May 29, 2024, 7:55 PM IST
શાહરૂખે પોતાના ચેમ્પિયન્સ માટે લખી ખાસ પોસ્ટ: શાહરૂખ ખાને જીત બાદ સોશિયલ મીડિયા પર હૃદય સ્પર્શી પોસ્ટ લખી હતી. તેણે લખ્યું, 'મારી ટીમ...મારા ચેમ્પિયન...મારા સ્ટાર્સ...KKR. હું ઘણી બધી વસ્તુઓ એકલો નથી કરી શકતો અને ના તો કોઈ અન્ય કરી શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સની એકતા તેની તાકાત છે, ટ્રોફી શ્રેષ્ઠ ખેલાડીઓ માટે શ્રેષ્ઠ ટીમ માટે છે. આટલા પ્રેમ અને સમર્થન માટે હું મારા ચાહકોનો પણ આભારી છું, મુશ્કેલ સમય લાંબો ચાલતો નથી. ગૌતમ ગંભીરનું માર્ગદર્શન ખરેખર વખાણવા લાયક છે. કોર્બો...લોર્બો...જીતબો...હંમેશા. હવે અમે 2025માં સ્ટેડિયમમાં મળીશું.
શાહરૂખ ખાનની આવનારી ફિલ્મો:શાહરૂખે છેલ્લા વર્ષ 2023માં હિન્દી સિનેમાને બેક ટુ બેક ત્રણ સફળ ફિલ્મો આપી છે. ત્રણેય ફિલ્મો પઠાણ, જવાન અને ડાંકીએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું. તેની આગામી ફિલ્મોમાં કિંગની ચર્ચા છે જેમાં તે અંડરવર્લ્ડ ડોનની ભૂમિકામાં જોવા મળશે. આમાં તેની સાથે તેની પ્રિય સુહાના પણ ખાસ રોલમાં હશે. મોટા પડદા પર સુહાનાની આ પહેલી ફિલ્મ હશે.